23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

અમરેલી જિલ્લાની પોલીસ ટીમે ઝડપી પાડ્યું લાખો રૂપિયાના કૌભાંડ

  • અમરેલી જિલ્લાની પોલીસ ટીમે ઝડપી પાડ્યું લાખો રૂપિયાના કૌભાંડ
  • બાયોડીઝલ બનાવવા માટે વપરાતા બેઝઓઈલના બનાવવામાં આવતા હતા ખોટા બીલ
  • બેઝઓઈલના ખોટા બિલ બનાવી ગેરકાયદેસર રીતે થતો હતો ઉપયોગ
  • આ પહેલા પીપાવાવ પોર્ટમાં ચંદનના લાકડા સહીત બીજા કૌભાંડો આવ્યા હતા સામે  

અમરેલી જિલ્લાના મરીન પીપાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચાલતા બાયોડીઝલ બનાવવા માટે વપરાતા બેઝઓઈલના ખોટા બિલ બનાવી ગેરકાયદેસર રીતે તેનો ઉપયોગ થતા વેચાણ કરી લાખો રૂપિયાના કૌભાંડને અમરેલી જિલ્લા પોલીસની ટીમે ઝડપી પડ્યો હતો. અમરેલી જિલ્લા પોલીસ ટીમ દ્વારા રૂપિયા 30 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ સાથે બે રાજસ્થાનીઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  

રાજુલાના પીપાવાવ પોર્ટ વિસ્તારમાં ચાલતા બાયોડીઝલ કૌભાંડનો ભેદ ખોલતી અમરેલી જિલ્લા પોલીસ ટીમ દ્વારા રૂપિયા 30 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ સાથે બે રાજસ્થાનીઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ ગુનાની તપાસમાં અનેક મોટા માથાઓની સંડોવણી ખૂલવાની સંભાવન છે.અમરેલી જિલ્લાના પોલીસ વડા નિર્લિપ્તરાય તેમજ સાવરકુંડલા ડિવિઝનનાં DYSP દ્વારા બાયોડીઝલના કાળા કારોબાર પર આકરી કાર્યવાહી કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં રાજુલાના C.P.I  રબારી અને પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનનાં PSI તુવર સહીત ત્રણથી વધુ અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે. રાજુલા-જાફરાબાદના દરીયા કાંઠાના વિસ્તારોમાં પીપાવાવ પોર્ટ અલ્ટ્રાટેક સિમેન્ટ, તથા નર્મદા સિમેન્ટ, તેમજ સિન્ટેક્ષ સહીત અનેક મહાકાય ઉધોગો આવેલા છે.  જેના કારણે અહીંયા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગપણ વિકસિત થયો છે.અને દરરોજ રાત-દિવસ હજારોની સંખ્યામાં ટ્રકો અને ટ્રેલરોની અવર-જવર રહે છે. છેલ્લા કેટલાક સમયથી ડીઝલના ભાવોમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. ત્યારે વધારે કમાણી કરી પૈસા કમાઈ લેવાની લાલચે પીપાવાવ બાયોડિઝલનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાથી પૂર્વ બાતમીના આધારે SIT ની ટીમે રેડ કરી બાયોડીઝલ કૌભાંડ ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.અને આરોપીઓ દ્વારા સોમનાથ ટ્રાન્સપોર્ટની ગાડીમાં ગલ્ફ પેટ્રોલકેમ કંપનીમાંથી દિલ્હી સ્થિત કંપનીના ખોટા બીલ બનાવી બેઝ ઓઇલ મેળવી પોતાનાં કન્ઝયુંમર પંપના સ્ટોરેજ ટેંકમાં ભેળવી આર્થિક ફાયદા માટે તેનો ઉપયોગ તથા વેચાણ કરતા હતા. અને આ રીતે પીપાવાવ પોર્ટમાં ચંદનના લાકડા કૌભાંડ તેમજ ઇંગ્લિશ દારૂ કૌભાંડ તથા ચાઈનીઝ ફટાકડા સહિત અનેક કૌભાંડો આચર્યા બાદઆજે બાયોડીઝલ ઝડપાતા ચકચાર મચી ગઇ હતી.

ધર્મેશ મહેતા લાઇવ ગુજરાત ન્યુઝ,રાજુલા 

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: