21 C
Ahmedabad
Monday, January 17, 2022
spot_imgspot_img

Latest Posts

દ્વારકાની જામ રાવલ નગરપાલિકાનું પુરાંત લક્ષી બજેટ કરાયું રજુ

  • દ્વારકાની જામ રાવલ નગરપાલિકાનું પુરાંત લક્ષી બજેટ કરાયું રજુ
  • નગરપાલિકા પ્રમુખે વર્ષ 2021-22નું પુરાંતલક્ષી બજેટ કર્યું હતું રજુ
  • નગરજનો પર નવા કોઈ કરવેરાનો બોજ નથી નાખવામાં આવ્યો

દ્વારકાની જામ રાવલ નગરપાલિકાનું વર્ષ 2021-22 નું પુરાંત લક્ષી બજેટ નગરપાલિકાના પ્રમુખ ડો. મનોજભાઈ આર. જાદવના અધ્યક્ષ સ્થાને રજુ કરવામાં આવ્યું હતું. જામ રાવલ નગર પાલિકાના પ્રમુખ ડો. મનોજભાઈ આર. જાદવ દ્વારા નગરપાલિકાના હસ્તકના નગરજનો પર કોઈ નવા કરવેરા વિનાનું અને આયોજનબદ્ધ વાળું બજેટ રજુ કરાયું હતું. જામ રાવલ નગર પાલિકામાં નવી પાર્ટી વીપીપીએ સતા સંભાળી છે. પાલિકાની નવી ટીમે ઉત્સાહ પૂર્વક પ્રજાના હિતોને ધ્યાને લઇ પ્રજા પર વધારાનો બોજ નાખ્યા વિના બજેટ રજૂ કર્યું હતું. પ્રજા પર કોઈ નવો કરવેરાનો બોજ નાખવામાં ન આવતા નગરજનોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. નગરપાલિકાની નવી ટીમે અત્યારથી તમામ વિસ્તારમાં સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્લાનિંગ ઘડવાનું શરૂ કરી દીધું છે. જામ રાવલ નગરપાલિકાના બજેટને નગરપાલિકાના પ્રમુખ ડો.મનોજ જાદવે રજૂ કર્યું હતું.

ડી.જી ઉપાધ્યાય લાઈવ ગુજરાત ન્યુઝ દ્વારકા

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: