19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

કોવિડ-19 વેક્સિનેશન પ્રક્રિયામાં મદદરૂપ બનવા અમેરિકાની મોટી સહાય

  • કોવિડ-19 વેક્સિનેશન પ્રક્રિયામાં મદદરૂપ બનવા અમેરિકાની મોટી સહાય
  • વેક્સિનેશન પ્રક્રિયામાં 25 મિલિયન ડોલરની અમેરિકા આપશે સહાય
  • અમેરિકા અગાઉ પણ 200 મિલિયન ડોલરની સહાય આપી ચુક્યું છે

ભારતભરમાં કોવિડ-19 વેક્સિનેશનની કામગીરીમાં મદદરૂપ બનવા માટે અમેરિકાએ 25 મિલિયન ડોલરની સહાયતા કરવાની જાહેરાત કરી છે. ભારતના બે દિવસના પ્રવાસે આવેલા અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને જણાવ્યું હતું કે વેક્સિનના પુરવઠાને લગતા પરિવહનની સ્થિતિને મજબૂત કરવા, ગેરમાર્ગે દોરતી માહિતીનો સામનો કરવો, તેમ જ વધુ સંખ્યામાં સ્વાસ્થ્ય કર્મચારીઓને તાલીમ આપવા માટે આ ભંડોળ મદદરૂપ બનશે.

અમેરિકા અગાઉ 200 મિલિયન ડોલર કરતાં વધારે કોવિડ-19 સહાયતા કરી ચુક્યું છે. આ સાથે મને જાહેરાત કરતાં ખુશી થાય છે કે અમેરિકા સરકાર સમગ્ર ભારતમાં વેક્સિનેશનને લગતા પ્રયત્નોમાં મદદરૂપ બનવા 25 મિલિયન ડોલરનો વધારાનો ખર્ચ કરશે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં બ્લિન્કને આ અંગે જાહેરાત કરી હતી. બ્લિંકને વધુમાં કહ્યું હતું કે અમે ભારત અને અમેરિકામાં આ મહામારીનો અંત લાવવાનો નિર્ધાર કરી ચુક્યા છીએ. અમે સાથે મળી કામ કરશું. કોવિડ-19 મહામારીની અમેરિકા અને ભારત બન્ને દેશમાં વ્યાપક અસર થઈ છે. આ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને બુધવારે વિદેશ મંત્રી જયશંકર ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત સમયે અનેક મહત્વના મુદ્દા અંગે ચર્ચા થઈ હતી. આ બેઠક બાદ બ્લિંકને ભરાતમાં પરત આવતા ખુશી વ્યક્ત કરી છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: