24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

અમેરિકન યુધ્ધ જહાજે ઈરાનના જહાજ પર કર્યુ ફાયરિંગ

  • પર્શિયન ગલ્ફ સીમાં  ઉપર  ઈરાન અને અમેરિકા ફરીથી આવ્યા આમને સામને
  • અમેરિકન યુધ્ધ જહાજે ઈરાનના જહાજ પર કર્યુ ફાયરિંગ
  • ફાયરીંગ કરવા માટે રજુ કર્યો અમેરિકાએ  પોતાનો મત
  • ઈરાન તરફથી હજી આ બાબતે નથી કરવામાં આવી કોઈ ટિપ્પણી

દુનિયા આખી અત્યારે જયારે કોરોના સામે બાથ ભીડી ત્યારે પર્શિયન ગલ્ફ સીમા ઉપર  ફરી એક વખત ઈરાન અને અમેરિકા આમને સામને આવી ગયા છે.અહીંયા હાજર અ્મેરિકાના જ એક યુધ્ધ જહાજે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડસના યુધ્ધ જહાજ પર ગોળીબાર કર્યા હોવાનું સુત્રો દ્રારા જાણવા મળી રહયું છે.

અત્રે એ નોંધનીય છે કે પેટ્રોલિંગ વખતે જ ઈરાનનુ જહાજ અમેરિકન નેવીના યુધ્ધ જહાજની ઘણું નજીક આવી ગયુ હતુ.અમેરિકાએ દાવો કર્યો છે કે, અમેરિકન યુધ્ધ જહાજ યુએસએસ ફાયરબોલ્ટે ઈરાનના જહાજને એવી ધમકી પણ આપી હતી અને તે છતા પણ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડસનુ જહાજ અમેરિકન યુધ્ધ જહાજ પણ કોઈ પરવાહ વગર વધારે ને વધારે નજીક આવી રહ્યુ હતુ.વધુમાં અમેરિકાએ એમ પણ કહ્યું કે અમારા જહાજના 62 મીટરના દાયરામાંજ  ઈરાનનુ જહાજ આવી ગયા બાદ આખરે અમારે ના છુટકે ગોળીબાર કરવો પડ્યો હતો.અમેરિકન નૌસેનાના કહેવા મુજબ જ યુધ્ધ જહાજે ગોળીબાર કર્યો ત્યારબાદ ઈરાનના જહાજો પાછા જ હટી ગયા હતા.રિવોશ્યુનરી ગાર્ડસ દ્વારા પર્શિયન ગલ્ફમાં લાપરવાહીથી જહાજો ચલાવવામાં આવતા હોય છે.જોકે ઈરાન તરફથી હજી આ બાબતે કોઈ પણ ટીકા-ટિપ્પણી પણ કરવામાં આવી નથી.આ ઘટના તો એવા જ સમયે બની છે જ્યારે બંનેય દેશો વચ્ચે પરમાણુ કરાર પર જ વાતચીત થઈ રહી છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: