11 C
Ahmedabad
Saturday, January 15, 2022
spot_imgspot_img

Latest Posts

અમેરિકન કંપનીનું નવું ક્વોલકૉમનું ફાઈવ-જી મોડેમ

  • અમેરિકન કંપનીનું નવું ક્વોલકૉમનું ફાઈવ-જી મોડેમ
  • દર સેકન્ડે 1.25જીબી  ડેટા ડાઉનલોડ કરી શકશો
  • 5G નેટવર્ક પર 10 જીબીપીએસ ની મળશે સ્પીડ
  • કે ઓછા સમયમાં ઘણા બધા યુઝર્સ હેવી ફાઇલ્સ ડાઉનલોડ કરી શકશે

અમેરિકન કંપની ક્વોલકૉમે સ્નેપડ્રેગન X65 5G ,મોડેમ રજૂ કર્યું છે. તેમજ આ 4th જનરેશન 5G મોડેમ છે. કંપનીનો દાવો છે કે, 5G નેટવર્ક પર આ 10Gbps ની સ્પીડ આપશે. વાયરલેસ 5G નેટવર્ક પર સૌથી વધારે સ્પીડ મળે તે રીતે તેની ડિઝાઇન કરી છે. તેમાં કવરેજ એરિયા પણ વધારે હશે.

કંપનીએ સ્નેપડ્રેગન X65 5G મોડેમની સાથે સ્નેપડ્રેગન X62 5G મોડેમ RF (રેડિયો ફ્રિકવન્સી) સિસ્ટમની જાહેરાત પણ કરી છે. આ મોબાઈલ બ્રોડબેન્ડ એપ્લિકેશન પર કામ કરવા માટે મોડેમ-ટુ-એન્ટિના માટે સોલ્યુશનનું કામ કરશે. તેમજ ક્વોલકૉમના પ્રેસિડન્ટ અને CEO ક્રિસ્ટિયાનો અમોને કહ્યું, હાલના સમયમાં 5G એક સૌથી મોટી તક છે. ત્યાજ આ ટેક્નોલોજીથી દરેક પ્રકારની ઇન્ડસ્ટ્રીને ફાયદો થઇ રહ્યો છે. અને ત્યાજ તેઓ સ્નેપડ્રેગન X65 5G મોડેમ-RF સિસ્ટમનો એક માઈલસ્ટોન તૈયાર કરી રહ્યા છે. તદઉપરાંત તેની મદદથી પ્રતિ સેકન્ડ 10Gbpsની સ્પીડ મળશે. તેઓને કહ્યું કે, નવી સિસ્ટમ પ્રીમિયમ સ્માર્ટફોનમાં 5Gના એક્સપીરિયન્સને સારું બનાવશે. અને તેની સાથે જ મોબાઈલ બ્રોડબેન્ડ, કમ્યુટર, XR, 5G પ્રાઇવેટ જેવા ફિલ્ડમાં પણ નવા દ્વાર ખૂલી શકે છે. આ ઉપરાંત ક્વોલકૉમ સ્નેપડ્રેગન X65 5G મોડેમ પર 10Gbps સુધીની સ્પીડ મળશે. હવે એક મોડેમમાં ઘણા બધા ડિવાઇસ કનેક્ટ થશે તો પણ ઇન્ટરનેટની સ્પીડને કોઈ ફરક નહિ પડે. એટલે કે ઓછા સમયમાં ઘણા બધા યુઝર્સ હેવી ફાઇલ્સ ડાઉનલોડ કરી શકશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: