24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં “આંબાવાડી ચેરીટેબલ કલીનીક” શરુ કરવામાં આવ્યું

  • અમદાવાદમાં આંબાવાડી વિસ્તારમાં “આંબાવાડી ચેરીટેબલ કલીનીક” કરવામાં આવ્યું શરૂ
  • ગરીબ દર્દીઓને સારવાર મળી રહે તે હેતુસર મીની હોસ્પિટલની કરવામાં આવી શરૂઆત
  • કોરોના કાળમાં સામાન્ય  બીમારી ધરાવતા લોકો માટે શરૂ કરવામાં આવી મીની હોસ્પિટલ
  • કોરોના કાળમાં 4 ડોકટરની માનવ સેવાથી ફકત 10 રુપિયાના દરે દર્દીને અપાઈ છે સારવાર
  • જનસેવા એ જ પ્રભુસેવાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડતું “આંબાવાડી ચેરીટેબલ કલીનીક”

વૈશ્વિક કોરોના મહામારીએ માથું ઉચક્યું છે.કોરોના સંક્રમણમાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે  ત્યારે આ કપરી પરિસ્થતિ વચ્ચે અનેક સેવાભાવી લોકો ફૂલ નહિ તો ફૂલની પાંખડીની કહેવત અનુસાર કોરોના સંક્રમિત દર્દીને વ્હારે આવ્યા છે. અમદાવાદમાં કોરોના સંકટ વચ્ચે સામાન્ય બીમારીના કેસમાં પણ નોંધપત્ર વધારો  થવા પામ્યો છે.ત્યારે અમદાવાદના આંબાવાડી સ્થિત સ્લમ  વિસ્તારમાં ગરીબ પરિવારને સારવાર મળી રહે તે હેતુસર મીની હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે.

દેશમાં કોરોના મહામારીએ કાળો કહેર વર્તાવ્યો છે.કોરોના કાળમાં અનેક લોકો હેરાન પરેશન થઇ રહ્યા છે.કોરોના સંક્રમણ મધ્યે હોસ્પિટલથી લઈને સ્મશાન સુધીના વેઈટીંગ જોવા મળી રહ્યા છે .આ કપરી પરિસ્થિતિમાં કોરોનાની સાથે સામાન્ય બીમારીના કેસમાં પણ નોંધપાત્ર વધારો થવા પામ્યો છે. પરંતુ કોરોનાના ભયના કારણે સામાન્ય લોકો તો ઠીક મોટા ભાગના ડોકટરો પણ દર્દીને શક્ય એટલા અંતરથી મળીને બીમારીની સારવાર કરતા હોય છે. ત્યારે પહેલાથી જ જનસેવામાં કાર્યરત સેવાભાવી વ્યક્તિ દ્વારા અમદાવાદમાં આંબાવાડી વિસ્તારમાં “આંબાવાડી ચેરીટેબલ કલીનીક” શરુ કરવામાં આવ્યું છે.આ વિસ્તારની આસપાસ અનેક ગરીબ પરિવાર મોટી માત્રામાં વસવાટ કરે છે. કોરોના કાળમાં સામાન્ય બીમારીથી પીડાતા લોકો પીસાય નહી તેમજ ડાયાબીટીસ અને બીપી જેવી બીમારી ધરાવતા લોકોને સમયસર રૂટીન દવા અને સારવાર મળી રહે તે  હેતુસર રમેશભાઈ ભલાભાઈ મકવાણાએ રંગવર્ષા સોસાયટીમાં પોતાનાં આખા બંગલાની અંદર મીની હોસ્પિટલની શરૂઆત કરવાની  સાથે સાથે કોરોના કાળમાં ડોક્ટરની ગેરહાજરીને ધ્યાનમાં લઇ સવાર સાંજ 4 ડોકટરની માનવ સેવાથી ફકત 10 રુપિયાના દરે દર્દીને સારવાર આપવાનો સેવા યજ્ઞ શરુ કર્યો છે. કોરોના સંક્રમણ વચ્ચે આંબાવાડી ચેરીટેબલ કલીનીકમાં સામાન્ય  બીમારીથી પીડાતા લોકોને સારવાર આપવામાં આવે છે તેની સાથે  સાથે ફ્રી ઓફ ચાર્જ દર્દીને દવાઓ ,ઇન્જેક્સન અને ઓક્સીજન આપી યોગ્ય સારવાર આપવામાં આવે છે.

કોઈ ગંભીર દર્દીની  સારવાર માટે બેડ સાથે બોટલ ચડાવી શકાય તેવી પણ મીની હોસ્પિટલમાં સુવિધાઓ ઉભી કરી સમાજમાં માનવતા મહેકાવતુ ઉત્તમ ઉદાહરણ રમેશભાઈ મકવાણાએ પુરુ પાડેલ છે.આમ તેમણે દેશમાં વર્ષોથી પ્રચલિત જનસેવા એ જ પ્રભુસેવા  ને  ખરા અર્થમાં સાર્થક કરી છે,

કેમેરામેન સચિન પઢીયાર સાથે અંજલિ પટેલ લાઈવ ગુજરાત ન્યુઝ અમદાવાદ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: