- બનાસકાંઠામાં દિનપ્રતિદિન વધી રહ્યું છે કોરોના સંક્રમણ
- અંબાજી પોલીસે માર્કેટમાં ફરી માસ્ક પહેરવા કરી અપીલ
- માસ્ક ન પહેનાર પાસેથી દંડ વસુલવાને બદલે કર્યું માસ્કનું વિતરણ
રાજ્યમાં દિનપ્રતિદિન કોરોના કેસોમાં વધારો થઇ રહ્યો છે. બનાસકાંઠામાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. કોરોનાનો કહેર વધતા અંબાજી પોલીસ કર્મીઓએ બજાર તેમજ મહોલ્લામાં ફરી લોકોને માસ્ક પહેરવા સુચના આપી હતી. તેમજ વેપારીઓની દુકાને જઈ ગ્રાહકોને પણ માસ્ક પહેરવા અપીલ કરી હતી. તે ઉપરાંત સરકારી ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવા પણ સૂચનો આપ્યા હતા.
કોરોના કહેર વધતા અંબાજી પોલીસ લોકો વચ્ચે આવી સરકારી ગાઈડલાઈન્સનું પાલન કરવા સમજાવી રહી છે. અંબાજી પોલીસ અંબાજીના બજારો અને મહોલ્લામાં ફરી માસ્કનું વિતરણ કર્યું હતું. કોરોના કહેર વધતા પોલીસે લોકોને કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવા સમજાવ્યા હતા. અંબાજી પોલીસનો કાફલો ભર બપોરે બજારમાં નીકળ્યો હતો અને બજારમાં ફરી લોકોને માસ્ક પહેરવાની સુચના આપી હતી. દરેક દુકાનદારે પોતાની દુકાનમાં માસ્ક પહેરવું તેમજ દૂકાનમાં આવતાં ગ્રાહકોએ પણ માસ્ક ફરજીયાત પહેરવું જોઈએ તેવું જણાવ્યું હતું. જે લોકો પાસે માસ્ક નહતા તેમને માસ્ક આપવામાં આવ્યા હતા. પોલીસે લોકોને જાહેર નામાની માહીતી આપી હતી. અંબાજી પીઆઇ જે.બી આચાર્ય અને પીએસઆઈ પી. કે. લિંબાચિયા સાથે પોલીસ કાફલો હાજર રહ્યો હતો અને લોકોને કોરોના અંગે માહિતગાર કરી સાવચેત અને સાવધાની રાખવા સૂચનો આપ્યા હતા.
રાજ ગજ્જર લાઈવ ગુજરાત ન્યુઝ બનાસકાંઠા