23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

15મી ઓગસ્ટ પહેલા જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાથી કરાયા એલર્ટ

  • 15મી ઓગસ્ટ પહેલા જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાથી કર્યા એલર્ટ
  • બંદીપોરામાંથી મોટાપાયે હથિયારો અને વિસ્ફોટક સામગ્રી કર્યા જપ્ત
  • જપ્ત હિથયારોમાં 3 એકે રાઇફલ્સ,12 એકે કારતુસ,358 એકે રાઉન્ડ્સ, બે પિસ્તોલનો થયો સમાવેશ

15મી ઓગસ્ટ પહેલા જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનના આતંકી હુમલાથી એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ બંદીપોરામાંથી મોટાપાયે હથિયારો અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કર્યા છે. જપ્ત હિથયારોમાં 3 એકે રાઇફલ્સ,12 એકે કારતુસ,358 એકે રાઉન્ડ્સ, બે પિસ્તોલનો સમાવેશ કરવામાં આવે  છે.

15મી ઓગસ્ટ પહેલા જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનના આતંકીઓ મોટો હુમલો કરવાની ફિરાકમાં છે. જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે કહ્યું હતું કે લશ્કરે તોયબા અને જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠનો આ હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે.રાજ્યના ડીજીપીએ કહ્યું હતું કે આ હુમલાઓને રોકવા માટે સૈન્ય અને પોલીસ બન્નેને રાજ્યમાં એલર્ટ કરી દેવામાં આવી છે. તેમણે સાથે એમ પણ કહ્યું હતું કે પોલીસ, સૈન્ય અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ બન્ને એકબીજાના સંપર્કમાં છે. સાથે જ પોલીસને એવા પણ રિપોર્ટ મળ્યા છે કે જમ્મુ કાશ્મીરના અલતાવાદીઓ આતંકી સંગઠનોને ઓક્સિજન પુરૂ પાડી રહ્યા છે. ડીજીપીના જણાવ્યા અનુસાર જમ્મુ કાશ્મીરમાં જે પણ અલગતાવાદીઓ આતંકીઓને સાથ આપી રહ્યા છે તેમને છોડવામાં નહીં આવે. જમાત, હુર્રિયત અને અન્ય અલગતાવાદી તત્વો જમ્મુ કાશ્મીરમાં વધુ સક્રિય થઇ રહ્યા છે. હાલ આતંકવાદ હજુ પણ ટકી રહ્યો છે તેના માટે આ અલગતાવાદી તત્વો અને સંગઠનો પણ એટલા જ જવાબદાર છે.એનઆઇએ દ્વારા હાલમાં જ આતંકીઓને મદદ કરવાના કેસમાં જમાતના 61 જેટલા સૃથળોએ દરોડા પાડયા હતા. બીજી તરફ બંદીપોરામાં સર્ચ ઓપરેશન દરમિયાન સૈન્યને મોટા પાયે હિથયારો અને વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. જેનો ઉપયોગ મોટા હુમલા માટે કરવાનો હતો. જપ્ત હિથયારોમાં ત્રણ એકે રાઇફલ્સ, 12 એકે કારતુસ, 358 એકે રાઉન્ડ્સ, બે પિસ્તોલનો સમાવેશ થાય છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: