23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

એરટેલે હૈદરાબાદમાં લોકોને 5G સર્વિસ આપી

  • એરટેલે હૈદરાબાદમાં લોકોને 5G સર્વિસ આપી
  • ગણતરીની સેકન્ડમાં જ આખી મૂવી ડાઉનલોડ થઈ
  • એરટેલે 5G સર્વિસ લાવવા માટે એરિક્સન સાથે પાર્ટનરશિપ કરી

ભારતી એરટેલ સસ્તાં ટૈરિફ પ્લાન અને સબસ્ક્રાઈબર્સની રેસમાં ભલે જિયો કરતાં પાછળ હોય, પરંતુ 5Gની રેસમાં એરટેલે બાજી મારી છે. એરટેલે હૈદરાબાદમાં કમર્શિયલ નેટવર્ક પર લાઈવ 5G સર્વિસ ટેસ્ટિંગ સફળતાપૂર્વક કર્યું છે. કંપનીએ તેનો લાઈવ ડેમો વીડિયો પણ શેર કર્યો છે.

એરેટલે આ પરીક્ષણ પોતાના લિબરલાઈઝ્ડ સ્પેક્ટ્રમને 1800 મેગા હર્ટ્ઝમાં નોન સ્ટેન્ડ અલોન (NSA) નેટવર્ક ટેક્નોલોજીનાં માધ્યમથી કર્યું. 4Gની સરખામણીએ 5G પર 10ગણી વધારે સ્પીડ મળી. આ પ્રકારનું ટેસ્ટિંગ કરનાર એટરેલ દેશની પ્રથમ ટેલિકોમ કંપની બની છે. ભારતી એરટેલના MD અને CEO ગોપાલ વિઠ્ઠલે કહ્યું કે, મને મારા એન્જિનિયર્સ પર ગર્વ છે. તેમણે હૈદરાબાદમાં આ ટેક્નોલોજીનું સફળ ટેસ્ટિંગ કર્યું છે. હૈદરાબાદમાં આ ટેસ્ટ ગેમ ચેન્જર સાબિત થયો. એરટેલ કંપની આ ક્ષમતા પ્રદર્શન કરનાર પ્રથમ કંપની બની છે. ભારતમાં 5G ઈનોવેશન માટે ગ્લોબલ સેન્ટર બનવાની ક્ષમતા છે. હૈદરાબાદમાં ટેસ્ટિંગ દરમિયાન 5G યુઝર્સે ફોનમાં આંખના પલકારે આખી ફિલ્મ ડાઉનલોડ કરી દીધી. એરટેલને હવે આ સર્વિસ શરૂ કરવા માટે સરકારની મંજૂરીની જરૂર છે. તેમજ કંપનીના જણાવ્યાનુસાર, ગ્રાહકો સુધી 5G ટેક્નોલોજી ત્યારે ઉપલબ્ધ થશે જ્યારે પર્યાપ્ત સ્પેક્ટ્રમ સાથે સરકારની અનુમતિ મળશે. એરટેલે 5G સર્વિસ લાવવા માટે એરિક્સન સાથે પાર્ટનરશિપ કરી છે. કંપનીનો દાવો છે કે આ તેના પાસે રહેલા સ્પેક્ટ્રમ પર મિડ બેન્ડમાં 5G નેટવર્ક રન કરવાની ક્ષમતા આપે છે. એરટેલ 1800MHz, 2100MHz, 2300MHz ફ્રીક્વન્સી સાથે 800MHz અને 900MHz પર રહેલી સબ ગીગાહર્ટ્ઝ બેન્ડ પર 5G નેટવર્કની સુવિધા આપી શકે છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: