23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

એર ઈન્ડિયાની પાયલટ કેપ્ટન જોયા અગ્રવાલ બની સંયુક્ત રાષ્ટ્રમાં મહિલા પ્રવક્તા

  • એર ઈન્ડિયાની પાયલટ કેપ્ટન જોયા અગ્રવાલ બની સંયુક્ત રાષ્ટ્રમાં મહિલા પ્રવક્તા
  • વિશ્વમાં દેશનું માન વધારવા માટે  ખૂબ સન્માનની લાગણી અનુભવું છું :  જોયા
  • આજુબાજુના માહોલની પરવા કર્યા વગર સપના જોવાનું ચાલુ રાખો. : જોયા

જનરેશન ઈક્વલિટી અંતર્ગત સંયુક્ત રાષ્ટ્રમાં મહિલા પ્રવક્તા બનવા અંગે એર ઈન્ડિયાના પાયલટ કેપ્ટન જોયા અગ્રવાલે જણાવ્યું કે,  ‘હું ખૂબ જ વિનમ્રતા સાથે આ કહેવા માંગુ છું કે, મને સંયુક્ત રાષ્ટ્ર મહિલા જેવા મંચ પર પોતાના દેશ અને એર ઈન્ડિયાના ધ્વજવાહકનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી તે મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. સમગ્ર વિશ્વમાં પોતાના દેશનું માન વધારવા માટે મને ખૂબ સન્માનની લાગણી અનુભવાઈ રહી છે.’ કેપ્ટન જોયા અગ્રવાલે જણાવ્યું કે, ‘મેં ત્યારે સપના જોવાનું ચાલું કર્યું હતું જ્યારે હું આઠ વર્ષની હતી. હું સિતારાઓને સ્પર્શવા માંગતી હતી. હું દરેક છોકરી અને મહિલાને કહેવા ઈચ્છું છું કે, પોતાની આજુબાજુના માહોલની પરવા કર્યા વગર સપના જોવાનું ચાલુ રાખો. મહેરબાની કરીને સપના જોવો અને તેને પૂરા કરવા માટે તમારી બધી જ મહેનત સમર્પિત કરી દો. હાર ન માનશો.’

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: