19 C
Ahmedabad
Friday, January 14, 2022
spot_imgspot_img

Latest Posts

એર ચીફ માર્શલ વી.આર. ચૌધરી ભારતીય વાયુસેનાના વડા તરીકે થયા નિયુક્ત

  • એર ચીફ માર્શલ વી.આર. ચૌધરી ભારતીય વાયુસેનાના વડા તરીકે થયા નિયુક્ત
  • વિવેક રામ ચૌધરીએ આર.કે.એસ. ભદૌરિયાની લીધી જગ્યા
  • 42 વર્ષની સેવા બાદ આજે આર.કે.એસ. ભદૌરિયા થયા નિવૃત્ત
  • વિવેક રામ ચૌધરીએ 3,800 કલાકથી વધુ એરક્રાફ્ટની ભરી છે ઉડાન
  • S-400 જેવી આધુનિક સંરક્ષણ પ્રણાલીના સંચાલન માટે વિવેક રામ ચૌધરી રહેશે જવાબદાર

એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી ભારતીય વાયુસેનાના નવા વડા બન્યા છે. તેમણે આર.કે.એસ. ભદૌરિયાની જગ્યા લીધી છે. અને આર.કે.એસ. ભદૌરિયા 42 વર્ષની સેવા બાદ આજે નિવૃત્ત થયા છે.અને નવા આઈએએફ ચીફ, ચૌધરીએ વાયુસેનાના વેસ્ટર્ન એર કમાન્ડના કમાન્ડર-ઇન-ચીફ તરીકે પણ સેવા આપી છે.

આ કમાનની જવાબદારી સંવેદનશીલ લદાખ ક્ષેત્ર તેમજ ઉત્તર ભારતના અન્ય ભાગોમાં દેશના હવાઈ ક્ષેત્રની સુરક્ષાની છે. અને વિવેક રામ ચૌધરીના નવા એર ચીફ બન્યા બાદ ભારતનો ચીન સાથેના સંબંધોમાં થોડો સુધારો થાય તેવી અપેક્ષા છે. અને નિવૃત્તિ પહેલાં, વિદાય લેનારા વાયુસેના પ્રમુખ આર.કે.એસ. ભદૌરિયાએ આજે ​​દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપી હતી. નેશનલ ડિફેન્સ એકેડેમીના પૂર્વ વિદ્યાર્થી અને એર ચીફ માર્શલ ચૌધરી 29 ડિસેમ્બર, 1982 ના રોજ ભારતીય વાયુસેનામાં જોડાયા હતા. લગભગ 38 વર્ષની કારકિર્દીમાં, તેમણે ભારતીય વાયુસેનાના વિવિધ પ્રકારના ફાઇટર અને તાલીમ વિમાનો ઉડાવ્યા છે. સાથે જ તેમની પાસે મિગ -21, મિગ -23 એમએફ, મિગ -29 અને સુખોઈ -30 એમકેઆઈ ફાઇટર જેટમાં 3,800 કલાકથી વધુ ઉડાનનો અનુભવ પણ છે. અને વિવેક રામ ચૌધરી S-400 જેવી આધુનિક સંરક્ષણ પ્રણાલીના સંચાલન માટે પણ જવાબદાર રહેશે, જે ટૂંક સમયમાં વાયુસેનાનો ભાગ બનવાની છે. અને તેઓ ટૂંક સમયમાં ભારતીય વાયુસેનામાં સ્વદેશી અને વિદેશી મૂળના વિમાનો મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: