24 C
Ahmedabad
Sunday, January 16, 2022
spot_imgspot_img

Latest Posts

સતત એક વર્ષથી નાઈટ કરફ્યુમાં ફરજ બજાવતી અમદાવાદ પોલીસ

  • કોરોનાકાળમાં અમદાવાદ પોલીસ સતત ખડેપગે
  • પોતાના પરિવારની ચિંતા છોડી નાગરિકોની સુરક્ષા કરી રહી છે પોલીસ
  • રાત્રી કર્ફ્યુના સમયે અનેક સમસ્યાઓ વચ્ચે પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહી છે પોલીસ
  • ફરજ બજાવતી વેળા અનેક પોલીસકર્મીઓ પણ થયા છે કોરોના સંક્રમિત
  • પરંતુ જનતાના હિત અને સુરક્ષા માટે ખડેપગે ઉભી છે અમદાવાદ પોલીસ
  • વધતા કોરોના સંક્રમણ વચ્ચે પણ અવિરત ફરજ બજાવી રહી છે પોલીસ

ગુજરાતમાં દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, એમાય અમદાવાદ શહેરની હાલત પણ દિવસેને દિવસે વધુને વધુ ખરાબ થતી જાય છે. કોરોનાના કેસોમાં દરરોજ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે, આ બધા વચ્ચે છેલ્લા ઘણા સમયથી અને વધતા કોરોના સંક્રમણ વચ્ચે પણ નિષ્ઠાપૂર્વક અમદાવાદ પોલીસ પોતાની ફરજ દિવસ-રાત બજાવી રહી છે. ઉલ્લેખનીય છે એ અનેક પોલીસકર્મીઓ પણ કોરોના સંક્રમિત થયા છે, છતાં પણ પોતાના શહેરની જનતાને આ મહામારીથી બચાવવા અને પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વિના અવિરતપણે શહેરની જનતાની સુરક્ષા કરી રહી છે.

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે, ત્યારે આ વધતા કહેર વચ્ચે પણ ફ્રન્ટલાઇન કોરોના વોરીયર્સ એવા ડોક્ટર,પેરા મેડીકલ સ્ટાફ,સફાઈકર્મી,પોલીસ અને મિડીયાકર્મીઓ પોતાના જીવની પણ પરવા કર્યા વિના અવિરતપણે પોતાની ફરજ બજાવી અને જનતાની સેવા સુરક્ષા કરી રહ્યા છે. જો વાત કરીયે અમદાવાદ શહેરની તો છેલ્લા એક વર્ષથી પણ વધારે સમયથી અમદાવાદ કોરોનાના કાળપાશમાં જાણે જકડાઈ ગયું હોય તેમ અવિરતપણે કોરોના સંક્ર્મીતોની સંખ્યા દિવસેને દિવસે વધતી જ જાય છે. સાથે સાથે અનેક કોરોના વોરીયર્સ પણ સંક્રમિત થઇ ચુક્યા છે, છતાં પણ ફરી એકવાર બેઠા થઇ ફરજ પર લાગી ગયા છે. આવા તમામ કોરોના વોરીયર્સને ખરેખર દિલથી સલામ છે. આ તમામ કઠિનાઈઓ વચ્ચે વાત કરીયે અમદાવાદ પોલીસની, તો પોલીસ પણ છેલ્લા એક વર્ષથી અવિરતપણે આ મહામારી વચ્ચે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહી છે. દિવસ હોય કે રાત, ટાઢ હોય કે ઉનાળાનો બળબળતો તકડો, પરંતુ પોલીસ આ તમામ મુશ્કેલીઓ વચ્ચે પણ અડીખમ ઉભી રહી ખંત અને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ અદા કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં રાત્રી કર્ફ્યું અમલી છે, અને હવે રાત્રી કર્ફ્યુંની મુદ્દત પણ આગામી ૧૨ તારીખ સુધી લંબાવી દેવામાં આવી છે, ત્યારે રાત્રીના સમયે પણ શહેર પોલીસ લોકોને કર્ફ્યુનું પાલન કરાવી રહી છે. સાથે જ શહેરમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જનજાગૃતિ અભિયાન પણ ચલાવી રહી છે. સાથે જ રાત્રી કર્ફ્યુના સમયે વગર કામે ઘરની બહાર નીકળતા લોકોને કાયદાના પાઠ ભણાવી સાચી સમજણ પણ આપી રહી છે.. ઉલ્લેખનીય છે કે વધતા સંક્રમણની સાથે રાત્રી કર્ફ્યુના નિયમો પણ વધુ કડક કરી દેવામાં આવ્યા છે, ત્યારે રાત્રિના સમયે વગર કામે ઘરની બહાર નીકળતા લોકોને કર્ફ્યુના નિયમોનું પાલન કરવાની સમજણ પણ આપી રહી છે. સાથે એ પણ ઉલ્લેખનીય છે કે વધતા કોરોના સંક્રમણ સાથે પોલીસના અનેક જવાનો સંક્રમિત થયા હોવા છતાં પણ શહેર પોલીસ પ્રજાની રક્ષા અને સુરક્ષા કાજે આજે પણ દિવસ-રાત અવિરત પોતાની ફરજ બજાવી રહી છે. પોતાના પરિવારની ચિંતા છોડી, પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર પોતાની ફરજને પ્રાધાન્ય આપી ફરજ બજાવતી અમદાવાદ પોલીસ ને દિલથી સલામ છે.  

કેમેરામેન સચિન પઢિયાર સાથે હરેશ ગજ્જર લાઈવ ગુજરાત ન્યુઝ અમદાવાદ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: