23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

ગણેશ મહોત્સવ અંગે અમદાવાદ પોલીસ કમિશનએ બહાર પાડ્યું જાહેરનામું

  • ગણેશ મહોત્સવ અંગે અમદાવાદ પોલીસ કમિશનએ બહાર પાડ્યું જાહેરનામું
  • ગણેશ મહોત્સવમાં કોરોના એસઓપીનું પાલન ફરજીયાત
  • 4 ફૂટથી વધુ ઉંચી પ્રતિમાનું નહિ કરી શકાય સ્થાપન
  • લાઉડ સ્પીકર વગાડવા સ્થાનિક પોલીસની લેવી પડશે મંજુરી   
  • ગણેશ વિસર્જન સરઘસમાં જોડાઈ શકશે માત્ર 15 લોકો    
  • વિસર્જન-સરઘસ માટે પોલીસ સ્ટેશનમાં કરવી પડશે અરજી
  • નામ, સરનામાં, મોબાઈલ નંબરની વિગતો ફરજીયાત આપવી પડશે

ગણેશોત્સવને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા અનુસાર સાર્વજનિક ગણેશ મહોત્સવ માટે સરકારે ચાર ફુટના માટીના ગણપતિની સ્થાપના માટે તેમજ પંડાલ બનાવવા અને લાઉડ સ્પીકર વગાડવા માટે મંજૂરી આપી છે. પરંતુ કોઈપણ પ્રકારના ધાર્મિક કે સાંસ્કૃતિ કાર્યક્રમ માટે મંજૂરી આપી નથી. જ્યારે ગણપતિની મૂર્તિનું વિસર્જન મહાનગર પાલિકાએ બનાલેવા કુત્રિમ કુંડમાં જ કરી શકાશે.

ગણેશોત્સવને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામાં અનુસાર  સાર્વજનિક ગણેશ મહોત્સવ માટે સરકાર દ્વારા ચાર ફુટના માટીના ગણપતિની સ્થાપના માટે તેમજ પંડાલ બનાવવા અને લાઉડ સ્પીકર વગાડવા માટે મંજૂરી  આપવાની સાથે સાથે મહોત્સવ દરમિયાન ધાર્મિક કે સાંસ્કૃતિ કાર્યક્રમ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, આ સાથે જ  કોરોનાને ધ્યાનમાં રાખીને જાહેરનામા અનુસાર આ કુંડ સુધી જવા માટે સરઘસમાં માત્ર 15 જ વ્યક્તિઓને મંજૂરી આપવામા આવશે. જે તમામ 15 લોકોના નામ, સરનામા અને મોબાઈલ નંબર સહિતની વિગતો અગાઉથી જ પોલીસને આપવાની રહેશે . 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે જે રીતે સાર્વજનિક ગણેશ મહોત્સવ માટે માટીની મૂર્તિની સાઈઝ ચાર ફુટની રાખી છે. જ્યારે ઘરમાં બે ફુટ સુધીના જ ગણપતિનું સ્થાપન કરવા માટે મંજૂરી આપી છે. સાથે સાથે  ઘરમાં જ પણ ગણપતિનું સ્થાપન  કરી  મૂર્તિનું વિસર્જન ઘરમાં જ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.

ધ્વની પંચાલ લાઈવ ગુજરાત ન્યુઝ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: