24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

અમદાવાદના મેયર ડેપ્યુટી મેયર દંડક તેમજ પક્ષના નેતાએ લીધી વેક્સિન

  • અમદાવાદના મેયર કિરીટ પરમારે લીધી કોરોનાની વેકસીન
  • ડે.મેયર ગીતાબેન પટેલ,સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે લીધી વેક્સીન
  • શાસક પક્ષ નેતા ભાસ્કર ભટ્ટે પણ લીધી વેકસીન
  • એસ વી પી હોસ્પિટલ ખાતે લીધી વેકસીન
  • સમય આવતા વધુ લોકો  વેકસીન લે તેવી કરાઈ  અપીલ

રાજ્યમાં ફરી એકવાર કોરોનાની લહેર શરુ થઇ છે.કોરોના સામે રક્ષણ મેળવવાની રસી સુરક્ષિત સાબિત થઇ છે. ત્યારે અમદાવાદના મેયર ડેપ્યુટી મેયર દંડક તેમજ પક્ષના નેતઓએ એસવીપી હોસ્પિટલ ખાતે વેકસીન લઈને લોકોને રસી લેવા માટે પ્રરિત કર્યા હતા.

દેશભરમાં કોરોના સામે લડવા માટે હેલ્થ વિભાગ એક વરસથી કમર કસી રહ્યું છે આ તમામ ની વચ્ચે વેક્સિન રામબાણ ઈલાજ સાબિત થઈ ગયું છે સૌપ્રથમ ડોક્ટરો આરોગ્ય કર્મચારીઓ અને કરવામાં આવ્યું હતું ત્યારબાદ તમામ લોકો વેક્સિનેશન લે તે માટે અમદાવાદના મેયર કિરીટ પરમાર ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ તેમજ અરૂણસિંહ રાજપૂતે વેક્સિન લીધી હતી.અમદાવાદની એસવીપી હોસ્પીટલ ખાતે તમામ નેતાઓએ વેક્સિન લઈને લોકોને પણ લેવા માટે પ્રેરણા આપી હતી. અમદાવાદના મેયર કિરીટ પરમારે જણાવ્યું કે દરેક લોકોએ પોતાનો સમય આવતા વેક્સીન લેવું જોઈએ.ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ મહિલાઓને પણ વેક્સિન લેવા માટે જણાવ્યું હતું કે સુરક્ષિત છે અને ગભરાવાની જરૂર નથી તેઓ સંદેશા નેતાઓએ આપ્યો હતો.

કેમેરામેન ધ્રુવીલ ચૌહાણ સાથે અંજલિ પટેલ લાઈવ ગુજરાત ન્યુઝ અમદાવાદ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: