23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

અમદાવાદ સોલા સિવિલની બેદરકારી આવી સામે

  • અમદાવાદ સોલા સિવિલની બેદરકારી આવી સામે
  • એક દિવસની નવજાત બાળકી થઇ ગુમ
  • અજાણ્યા શખ્સે એક દિવસની બાળકીનું કર્યું અપહરણ
  • ત્રીજા માળે આવેલા વોર્ડમાંથી એક દિવસની બાળકીનું કરાયું અપહરણ
  • પોલીસે બાળકીને શોધવા અલગ અલગ ટીમો કરી તૈયાર

અમદાવાદની સોલા સિવિલની ઘોર બેદરકારી સામે આવી છે. સોલા સિવિલમાંથી અજાણ્યા શખ્સે એક દિવસની બાળકીનું અપહરણ કરતા ચકચાર મચી જવા પામી હતી. વધુ માહિતી અનુસાર બુધવારે મધરાતે અઢીથી પોણા ત્રણ વાગ્યાના અરસામાં બાળકીનું અજાણ્યા ઇસમે અપહરણ કર્યું હતું. સાથે પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને બાળકીની શોધખોળ શરુ કરી છે.

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક દિવસની નવજાત બાળકીના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોસ્પિટલના ત્રીજા માળે આવેલ વોર્ડમાંથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા બાળકીનું અપહરણ કરાયું છે. આ વાતની જાણ થતાં જ હોસ્પિટલમાં ભાગદોડ મચી ગઈ હતી. પોલીસે પણ માસુમ બાળકીને શોધવા પ્રયાસો હાથ ધર્યાં છે. હોસ્પિટલમાં પણ અલગ અલગ જગ્યાના CCTV ચેક કરવામાં આવી રહ્યાં છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે સરસ્વતિ રાજેન્દ્ર પાસી મુળ અમેઠીના વતનીએ પોલીસને જાણ કરી હતી કેતેમની બાળકી નો જન્મ 31 ઓગસ્ટે થયો હતો. તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં ત્રીજા માળે સ્થિત PNB વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. બીજી સપ્ટેમ્બરે મધરાતે અઢીથી ત્રણ વાગ્યાના સુમારે કોઈ અજાણી વ્યક્તિ તેમની એક દિવસની બાળકીનું અપહરણ કરીને લઈ ગઈ હતી. હોસ્પિટલના વોર્ડમાંથી બાળકીનું અપહરણ થતાં હોસ્પિટલમાં સિક્યુરિટી અને બાળકોની સલામતિ સામે સવાલો ઉભા થયાં છે. હાલમાં પોલીસને આ વાતની જાણ થતાં પોલીસે બાળકીના ફોટો વહેતા કરીને તેને શોધવા માટે ખાસ ટીમ બનાવી છે. તે ઉપરાંત હોસ્પિટલમાં પણ અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવેલા CCTV કેમેરા દ્વારા બાળકીને લઈ જનારને શોધવા માટે વિગતો મંગાવવામાં આવી છે. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને બાળકીની શોધખોળ શરુ કરી છે.          

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: