23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીએ દર્શન કરી કેન્દ્રીયમંત્રીએ જન આશીર્વાદ યાત્રાનો કર્યો પ્રારંભ

  • બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીએ પહોંચ્યા કેન્દ્રીયમંત્રી       
  • પોતાના અધ્યક્ષ સ્થાનેથી જન આશીર્વાદ યાત્રાનો કર્યો પ્રારંભ
  • દિયોદર ખાતે જન આશીર્વાદ યાત્રાનું કરાયું ભવ્ય સ્વાગત
  • અનેક રાજ્ય તેમજ જિલ્લાના મહાનુભવો પણ જોડાયા આ જન આશીર્વાદ યાત્રામાં

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગતરોજથી રાજ્ય ભરમાં જન આશીર્વાદ યાત્રાનો શુભારંભ    કરવામાં આવ્યો છે. જેને લઇ બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની આગેવાની હેઠળ આ યાત્રા પરીભ્રમણ કરશે. તેમજ આ યાત્રા અંતર્ગત ગતરોજ  કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ  પોતાની જન આશીર્વાદ યાત્રા પુર્વે શક્તિપીઠ અંબાજીમાં બિરાજેલ માં અંબાના દર્શને પહોંચ્યા હતા.તેમજ  કુવારીકાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતું.

બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીથી સોમવારના રોજ કેન્દ્રીયમંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાનેથી જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં આ યાત્રા જિલ્લાના વિવિધ શહેરમાં પ્રજાના આશીર્વાદ મેળવી રહી છે. તેમજ આ યાત્રા અંતર્ગત ગતરોજ  કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ  પોતાની જન આશીર્વાદ યાત્રા પુર્વે શક્તિપીઠ અંબાજીમાં બિરાજેલ માં અંબાના દર્શને પહોંચ્યા હતા.  આ સાથે જ આ જન આશીર્વાદ યાત્રા દિયોદરના મીની અંબાજી સણાદર ધામ ખાતે પહોંચતા  દિયોદર તાલુકા ભાજપ દ્વારા પણ મંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું અને સાથે સહુ પ્રથમવાર કોઈ રાજકીય આગેવાન તરીકે કેન્દ્રીયમંત્રી દેવુસિંહ ચૌહાનનું બનાસકાંઠા ગજ્જર સુથાર સમાજ વતી વિશ્વકર્મા ભગવાનનો ફોટો અર્પણ કરી સન્માનીત કરાયા હતા. જ્યારે બીજી તરફ ઠાકોરસેના તરફથી ઠાકોરસેના દ્વારા સામૈયું કરી ફટાકડા ફોડીને સમગ્ર ઠાકોરસેના વતી મૂકેશ ઠાકોર અને તેમની ટિમ દ્વારા કેન્દ્રીય મંત્રીને સાફો અને સાલ ઓઢાડી ભવ્ય સન્માન કરાયું હતું. ભવ્ય સ્વાગત બાદ ઠાકોર બોડીંગ  ખાતે સભાને સંબોધતા દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે જન આશીર્વાદ યાત્રાનો હેતુ જનતાના આશીર્વાદ મેળવવાનો છે. જેને લઈને  અમો એ જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ જન આશીર્વાદ યાત્રામાં અનેક રાજ્ય તેમજ જિલ્લાના મહાનુભવો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મહાનુભવોની ઉપસ્થિતમાં ભવ્ય રેલીનું આયોજન કરી જન આશીર્વાદ યાત્રાને સફળ બનાવી હતી.

રાજ ગજ્જર લાઈવ ગુજરાત ન્યુઝ  બનાસકાંઠા

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: