21 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

સુરતમાં વેક્સિન લીધા બાદ માતાનું મોત થતા વેક્સિન બંધ કરવા અપીલ કરી

  • સુરતમાં વેક્સિનને લઈને કરવામાં આવ્યા આક્ષેપો
  • એક વૃદ્ધ મહિલાનું વેક્સિન લીધા બાદ મોત નીપજ્યાંના આક્ષેપ
  • વેક્સિન લીધા બાદ તબિયત લથડતા વૃદ્ધ મહિલાનું થયું મોત
  • વૃદ્ધ મહિલાની દીકરીએ કર્યા સરકાર પર આક્ષેપ
  • તાત્કાલિક ધોરણે વેક્સિન બંધ કરવામાં આવે માટે કરી અપીલ

સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ મહિલાનું કોરોના વેક્સિન લીધા બાદ તબિયત લથડતા મોત નીપજ્યું હતું. વેક્સિનને લઈ વૃદ્ધાની દીકરીએ સરકાર પર ખુલ્લા આક્ષેપો કર્યા હતા. અને વેક્સિન લીધા બાદ લોકોને કોરોના થાય છે અને જેના કારણે લોકો મોતને ભેટે છે. વેક્સિન લીધા બાદ વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું  હોવાના આક્ષેપો સાથે રસીકરણ અભિયાન ત્વરિત બંધ કરવામાં આવે તેવી મૃતકના પરિવારજનોએ માંગ કરી હતી.  

સમગ્ર દેશમાં કોરોના વેક્સિનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. સરકારે વેક્સિન ફરજીયાત કરવા અપીલ કરી રહી છે. તેવામાં સુરતના વરાછા વિસ્તારના અંબિકા નગરમા રહેતા એક વૃધ્ધાના પરિવાર જનોએ આક્ષેપ કર્યા હતા કે વેક્સિન લીધા બાદ તેમની માતા કોરોના સંક્રમિત થયા છે. કોરોના થવા થી મોતને ભેટયા છે. સુરતમા રહેતા અને ઘરકામ કરતા ભાવના બેન કોટેચાએ 23 માર્ચના રોજ વેક્સિન લીધી હતી. જોકે વેકસીનના ત્રણ દિવસ બાદજ તેમને તાવ આવ્યો હતો. સાથે જ શરદી ,ઉધરસ અને ઝાડા થઈ ગયા હતા. આથી ત્રણ દિવસ સારવાર કર્યા બાદ ખૂબ અશક્ત ભાવના બહેનનો રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો..ત્યારબાદ સુરતની કિરણ હોસ્પિટલમાં સિટીસ્કેન કરાવ્યો હતો. જેમા તેમને 63 ટકા કોરોના પોઝીટીવ આવ્યો હતો..જોકે ત્યારબાદ સુરતની હોસ્પિટલમાં જગ્યા નહીં મળતા અંકલેશ્વર ખાતે આવેલી સરગમ હોસ્પિટલમા એડમિટ કરાયા હતા. જોકે ત્રણ દિવસની સારવાર બાદ માતાનું મોત થઈ જતા પરિવારજનોમા વેક્સિન પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો. અને વેક્સિનના કારણે જ તેમની માતાનું મોત થયું હોવાનું જણાવ્યું હતું ..સાથે સાથે વેક્સિનની કામગીરી તાત્કાલિક ધોરણે બંધ થાય તેવી માંગ કરી હતી.

નરેશ સીમરણ સાથે દિવ્યેશ પરમાર લાઈવ ગુજરાત ન્યુઝ સુરત

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: