26 C
Ahmedabad
Monday, January 17, 2022
spot_imgspot_img

Latest Posts

ભારે વિવાદ બાદ સાધુ-સંતો અને આગેવાનો દ્વારા વિધિવત પરિક્રમાનો કરાયો પ્રારંભ

  • જૂનાગઢ ભારે વાદવિવાદ બાદ લીલી પરિક્રમાને મળી મંજુરી
  • વહીવટીતંત્રના નિર્ણય શક્તિના અભાવે અણીની ઘડીએ પરિક્રમાને આપી લીલી ઝંડી
  • રાત્રીના સમયે સાધુ સંતોએ પૂજન કરી વિધિવત્ પરિક્રમાનો કરાવ્યો પ્રારંભ
  • કોરોના ગાઈડલાઈન્સના ચુસ્ત પાલન સાથે લીલી પરિક્રમાને અપાઈ મંજુરી

છેલ્લા કેટલાય દિવસોથી કરગરતા લોકો અને સંસ્થાઓ સામે હઠાગ્રહ કરી ઉભેલા અધિકારીઓ   તેમજ જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રના નિર્ણય શક્તિના અભાવે અણીની ઘડીએ ગિરનારની લીલી પરિક્રમાને લીલી ઝંડી આપવામાં આવી છે. આ સાથે જ ગતરોજ  રાત્રીના સમયે મજુરી મળ્યા બાદ કોવીડ ગાઈડલાઈન્સ સાથે સાધુ સંતો, આગેવાનોએ પરિક્રમા રૂટ પર પ્રવેશવાના ગેટ પર રીબીન કાપી શ્રદ્ધાળુઓ માટે ખૂલ્લો મૂક્યો હતો.

અનેકવાદ વિવાદો અને વિટંબણાઓ વચ્ચે જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો ગત મોડી રાત્રે સાધુ-સંતો, અધિકારીઓ અને પદાધિકારીઓએ જય ગીરનારીના નાદ સાથે યાત્રિકો માટે વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. આ તકે સાધુ-સંતો, આગેવાનોએ પરિક્રમા રૂટ પર પ્રવેશવાના ગેટ પર રીબીન કાપી શ્રદ્ધાળુઓ માટે ખૂલ્લો મૂક્યો હતો.ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે જૂનાગઢની લીલી પરિક્રમા પ્રતીકાત્મક રૂપે માત્ર 400 સાધુ-સંતોને જ કરવાની પરવાનગી આપવાની જાહેરાત કરાઇ છે. ત્યારથી લઈને સતત પરિક્રમા શરૂ થઈ ત્યાં સુધી અનેક વિવાદો અને વિટંબણા ચાલેલ અને અંતે ગઈકાલે સાંજે શ્રદ્ધાળુઓની જીત થઈ હોય તેમ વહીવટીતંત્રએ પોતાના નિર્ણયમાં ફેરફાર કરી શ્રદ્ધાળુઓને પરિક્રમા કરવાની છૂટ આપવાની ફરજ પડી હતી.

જેથી આજે નદેવ ઉઠી એકાદશી એટલે કે દેવ દિવાળીની રાત્રીના 12 વાગ્યે ભવનાથ તળેટી વિસ્તારમાં પરિક્રમાના રૂટ પર પ્રવેશવાના ગેટ પર રીબીન કાપી પરિક્રમાનો પરંપરાગત રીતે પ્રારંભ કરવામાં આવતો હોય છે. છેલ્લે અણીની ઘડીએ ૪૦૦, લોકોના જૂથમાં લીલી પરિક્રમા જવાની મંજૂરી આપતા સવારથી પરિક્રમાના રસ્તા પર આસ્થાનો ધૂણી ધખાવી બેઠેલા બેઠેલા ભક્તજનોને તેમની આસ્થા ની જીત નો અહેસાસ થવા પામ્યો હતો. પરંતુ સાથે સાથે જિલ્લા વહીવટી તંત્રનો અણઘડ વહીવટ સાથે નિર્ણયશક્તિ ની વિકલાંગતા સામે આવી હતી જોકે અંતમાં પણ ભાવિક ભક્તો ની લાગણી અને રોષ જોઈ જૂકેલા તંત્ર ના નિર્ણય ને હિન્દુ સંગઠનો અને આગેવાનોએ આવકાર્યો હતો.

વનરાજ ચૌહાણ સાથે હરસુખ પરમાર લાઈવ ગુજરાત ન્યુઝ જૂનાગઢ    

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: