23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

અફઘાનિસ્તાને તાલિબાની આતંકીઓ પર લગામ કસવા લીધો મહત્વપૂર્ણ નિર્ણય

  • અફઘાનિસ્તાને તાલિબાની આતંકીઓ પર લગામ કસવા લીધો મહત્વનો નિર્ણય
  • સમગ્ર દેશમાં રાતે ૧૦ થી સવારે ૪ વાગ્યા સુધી લગાવ્યો કરફ્યું
  • તાલિબાનોને મદદ કરવા ચીન, પાકિસ્તાન તથા તૂર્કીની ત્રેખડ પણ થઈ સક્રિય

અફઘાનિસ્તાન સરકારે તાલિબાનના આતંકીઓને શહેરો પર હુમલા કરતા રોકવા માટે આશરે આખા દેશમાં કરફ્યૂ લગાવી દીધો છે. જોકે, રાજધાની કાબૂલ અને બીજા બે પ્રાંતત સિવાય આખા દેશમાં રાતે ૧૦ થી સવારે ૪ વાગ્યા સુધી લોકોના હરવા-ફરવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે.

અફઘાનિસ્તાન સરકારે તાલિબાનના આતંકીઓને શહેરો પર હુમલા કરતા રોકવા માટે આશરે આખા દેશમાં કરફ્યૂ લગાવી દીધો છે. જોકે, રાજધાની કાબૂલ અને બીજા બે પ્રાંતત સિવાય આખા દેશમાં રાતે ૧૦ થી સવારે ૪ વાગ્યા સુધી લોકોના હરવા-ફરવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે.  ત્યારે બીજીબાજુ અમેરિકાનું સૈન્ય ખુબ ઝડપથી અફઘાનિસ્તાનમાંથી નીકળી રહ્યું છે એવા સમયમાં અહીં તાલિબાનોને મદદ કરવા ચીન, પાકિસ્તાન તથા તૂર્કીની ત્રેખડ પણ સક્રિય થઈ ગઈ છે હોવાનો ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ અખબારે ઘટસ્ફોટ પણ કર્યો છે. પૂર્વી કુનારમાં હવાઈ હુમલામાં ૩૦થી વધુ તાલિબાનીઓ પણ માર્યા ગયા હતા. તાલિબાન મોટા શહેરો પર કબજો પણ જમાવી શક્યું નથી. અફઘાનિસ્તાનમાંથી અમેરિકા સહિત આંતરરાષ્ટ્રીય સૈનિકોની વિદાયની જાહેરાત બાદ તાલિબાન અને અફઘાન સરકારી દળો વચ્ચે છેલ્લા બે મહિનાથી લડાઈ પણ તીવ્ર થઈ ગઈ છે. તાલિબાની આતંકીઓએ દેશના અનેક ભાગો પર પણ કબજો જમાવ્યો છે. તાલિબાની આતંકીઓ ગ્રામીણ વિસ્તારોમાં પણ ઝડપથી આગળ વધી રહ્યા છે અને મુખ્ય માર્ગો પર પણ તેમણે કબજો જમાવ્યો છે. જોકે, જોકે તેઓ હજી સુધી કોઈ મોટા શહેર પર કબ્જો પણ કરી શક્યા નથી.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: