19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

BRTS ના ખાતામાં વધુ એક અકસ્માતનો ઉમેરો

અકસ્માત શબ્દ એ બીઆરટીએસ બસ માટે કોઈ નવો શબ્દ નથી. અમદાવાદમાં લગભગ દર બે મહિને બીઆરટીએસ બસો અકસ્માત માટે નોંધાયેલી હોય તેવું લાગી રહ્યું  છે. ત્યારે આજે શહેરના સેટેલાઈટ વિસ્તારમાં ઈસરો પાસે 11 વાગ્યાની આસપાસ BRTSની બસનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હતો. બસમાં સદભાગ્યે ચાર જ પેસેન્જર સવાર હતાં. જેમાં બે જ પેસેન્જરને સામાન્ય ઈજાઓ થઈ છે. બસની આગળ અન્ય કોઈ બસ નજીક ના હોવાના કારણે મોટો ગંભીર અકસ્માત સર્જાતા અટક્યો હતો. તેમજ ઓછા પેસેન્જર હોવાને કારણે કોઈપણ વ્યક્તિને જાનહાની થઈન હતી . ઘટનાને પગલે ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત પછી બસ ડિવાઇડર પર ચડી ગઈ હતી અને ઇલેક્ટ્રિક પોલ સાથે ટકરાઇ હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોટોના ટોળા ઉમટી પડ્યા હતા.અકસ્માતને પગલે ડરી ગયેલા મુસાફરોએ રાડારાડ કરી મૂકી હતી. તેમજ બસનો આગળનો ભાગ ખરાબ રીતે ડેમેજ થયો હતો. જેથી ડ્રાઈવરનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં છાશવારે બીઆરટીએસ બસના અકસ્માતો થતા હોય છે. અમદાવાદમાં હવે બીઆરટીએસ બસોના એક્સિડન્ટ ટોકિંગ પોઈન્ટ બની જતા હોય છે. 

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: