23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

લખતર તાલુકા ભાજપ દ્વારા નમો એપ વિશે કાર્યકર્તાઓને કરવામાં આવ્યા માહિતગાર

  • લખતર તાલુકામાં ભાજપ દ્વારા મુહિમ હાથ ધરાઈ 
  • લુહાર સુથાર જ્ઞાતિની વાડી ખાતે માર્ગદર્શન કાર્યક્રમનું કરાયું આયોજન
  • લખતર ખાતે નમો એપ વિશે આપવામાં આવી માહિતી
  • જીલ્લા ભાજપ ઉપપ્રમુખ સહીત અનેક હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત

રાજ્યમાં આવેલા લખતર તાલુકા ખાતે  ભાજપ સંગઠનના હોદેદારો તેમજ કાર્યકર્તાઓને નમો એપ વિશે માર્ગદર્શન આપવા મુહિમ હાથ ધરવામાં આવી છે. લુહાર સુથાર જ્ઞાતિની વાડી ખાતે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમમાં જીલ્લા ભાજપ ઉપપ્રમુખ, જીલ્લા ભાજપ મહામંત્રી સહિતના હોદેદારો ઉપસ્થિત રહયા હતા. તેમજ પીએમના ૭૧માં જન્મદિવસ  અગાઉ ૭૧ નમો એપ ડાવઉનલોડ કરવા અંગે ખાત્રી આપી હતી. 

લખતર ઉગમણા દરવાજા પાસે આવેલ લુહાર સુથાર જ્ઞાતિની વાડી ખાતે  સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટીના જીલ્લા ભાજપ ઉપપ્રમુખ વાય.બી.રાણા તેમજ જીલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઇ પટેલની ઉપસ્થિતમાં લખતર તાલુકા ભાજપ સંગઠનના હોદેદારો તેમજ કાર્યકર્તાઓને નમો એપ વિશે માર્ગદર્શન આપવા મુહિમ હાથ ધરવામાં આવી હતી. જેમાં આગામી ૧૭ સપ્ટેમ્બરના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ લઈને લખતર તાલુકાના ૭૫ બુથમાંથી તમામ કાર્યકર્તાઓએ નમો એપ ડાઉનલોડ કરવા તેમજ ઉપયોગ કઈ રીતે કરવો તેના વિશે સમજણ આપવામાં આવી હતી. આ માર્ગદર્શન કાર્યક્રમ  અંતર્ગત લખતર તાલુકા ભાજપ પ્રમુખ ડી.કે.ચવલીયા, મહામંત્રી હરપાલસિંહ રાણા સહિત ભાજપના હોદેદારો કાર્યકર્તાઓ  ઉપસ્થિત રહયા હતા.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: