12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

છત્તીસગઢમાં થપ્પડ મારનાર કલેક્ટર પર કાર્યવાહી

  • છત્તીસગઢના સુરજપુરના કલેકટરની દાદાગીરી આવી સામે
  • કલેકટર રણવીર શર્માએ જાહેરમાં જમાવ્યો રોફ
  • કોરોના ટેસ્ટ કરવા જતા યુવકને ચોડી દીધો લાફો
  • વિડીયો વાઈરલ થતા લોકોએ કલેકટરની નિંદા કરી
  • છત્તીસગઢના સીએમ રણવીર શર્માને કરાયા પદભ્રષ્ટ

કોરોના સંક્રમણ વચ્ચે દેશના અનેક રાજ્યમાં લોકડાઉન લાગવામાં આવ્યું છે.ત્યારે છત્તીસગઢના સુરજપુર જીલ્લાના કલેકટરની પોલીસ પેટ્રોલીંગ દરમિયાન દાદાગીરી સામે આવી છે. કોરોના ટેસ્ટ કરાવવા જતા યુવકની મારપીટ કરીને ફોન તોડી નખ્યો હતો. કલેકટર રણવીર શર્માએ જાહેરમાં રોફ જમાવતા સોશિયલ મીડિયા પર લોકો કલેકટરની નિંદા કરી રહ્યા છે.

છત્તીસગઢના સૂરજપુર જિલ્લાના કલેક્ટર રણબીર શર્માની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. અહીં લૉકડાઉન દરમિયાન કલેક્ટર પોલીસ સાથે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. ત્યારે કોરોનાનો ટેસ્ટ કરાવવા જતાં એક યુવકને પૂછપરછ માટે ઊભો રાખ્યો હતો. આ પછી કલેક્ટરે યુવકને લાફો ચોડી દીધો અને તેનો મોબાઇલ ઝૂંટવીને રોડ પર પછાડ્યો હતો. આ ઉપરાંત ત્યાં હાજર પોલીસકર્મીએ કલેક્ટરના કહેવાથી યુવકને ડંડાથી ફટકાર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયાં પછી દરેક લોકો કલેક્ટરની નિંદા કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન કોરોનાની તપાસ કરવા માટે જતા લોકો પર અને વિવિધ વ્યવસાય માટે બહાર નીકળતા લોકો પર કલેક્ટરે લાઠીચાર્જ કરાવ્યો હતો.આ સમગ્ર ઘટનાનો વીડિયો બહાર આવતા સરકારે સૂરજપુરના કલેક્ટર રણવીર શર્માને પદ પરથી હટાવી દીધા હતા. આ વીડિયો અંગે કલેક્ટરે પોતાનો બચાવ કરતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, ‘‘જાણી જોઈને મારો વીડિયો વાઇરલ કરવામાં આવી રહ્યો છે.’ દેશભરમાં વીડિયો વાઇરલ થતા આજે સવારે છત્તીસગઢના મુખ્યમંત્રીએ IASને કલેક્ટર પદથી હટાવી દીધા છે.તાત્કાલિક ધોરણે સામાન્ય પ્રશાસન વિભાગે 2012 બેચના ઓફિસર રણવીર શર્માના સ્થાનાંતરણનો હુકમ જાહેર કર્યો હતો. તેઓને સૂરજપુર કલેક્ટર પદથી હટાવીને મંત્રાલયમાં બોલાવી લેવાયા છે. તેઓને અહીંયા જોઇન્ટ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. રણવીર શર્માના સ્થાને ગૌરવ કુમાર સિંહને સૂરજપુરના નવા કલેક્ટર બનાવવામાં આવ્યા છે. ગૌરવ કુમાર અત્યારે રાયપુર જિલ્લા પંચાયતના એક્ઝિક્યુટિવ ઓફિસર છે.

મુખ્યમંત્રી ભૂપેશ બધેલે સોશિયલ મીડિયા એકાઉન્ટથી સંદેશો આપ્યો હતો કે સૂરજપુરના કલેક્ટરે જે પ્રમાણે નવયુવક સાથે વ્યવહાર કર્યો હતો, એ નિંદનીય અને અત્યંત દુઃખદ છે. છત્તીસગઢમાં આ પ્રમાણેની ઘટનાને સહન કરવામાં નહીં આવે, અમે તાત્કાલિક ધોરણે રણવીર શર્માને પદ પરથી હટાવી દીધા છે. કોઈપણ સરકારી અધિકારી આ પ્રમાણે વર્તન દાખવી શકે નહીં.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: