- “વિલેજ ઓફ કુક્સ” તરીકે જાણીતું છે પોંડીચેરીનું એક ગામ
- કલાયુર ગામમાં દરેક ઘરમાં પુરૂષો સંભાળે છે કિચન
- કલાયુર ગામમાં પુરુષોને માનવામાં આવે છે કિચનના રાજા
- આ પુરૂષોને માસ્ટર શેફ પાસેથી મળે છે ખાસ ટ્રેનિંગ
આમ તો રસોડાને સ્ત્રીઓની પ્રયોગશાળા અને સ્ત્રીઓનું જ ક્ષેત્ર માનવામાં આવે છે. સ્ત્રીઓ ઘર સંભાળે અને પુરુષો ઘરની બહાર કમાવવા જાય આ તો આદિકાળથી એક વણબોલી પ્રથા જ થઈ ગઈ છે. ત્યારે આપણા દેશમાં પોંડિચેરીનું એક ગામ એવું પણ છે. જ્યાં પુરુષો રસોડું સંભાળે છે.આ ગામને વિલેજ ઓફ કુક્સ તરીકે ઓળખવામાં આવે છે.
રસોઈનું નામ પડે એટલે રસોડામાં કામ કરતી મહિલાનું ચિત્ર જ મનમાં અંકિત થઈ જાય. પરંતુ અમે તમને એવું કહીએ કે ભારતના એક ગામમાં પુરૂષ રસોડું સંભાળે છે તો? લગભગ આપણા માટે આ વાત માનવી થોડી મુશ્કેલ જરૂર થઈ જશે પરંતુ આ એક સત્ય છે. પુડુચેરીના એક ગામને વિલેજ ઓપ કુક્સ એટલે કે રસોઈયાઓના ગામ તરીકે ઓળખવામાં આવે છે. પુડુચેરીમાં આવેલા કલાયુર ગામમાં પુરૂષોને રસોડાના રાજા માનવામાં આવે છે. 500 વર્ષોથી અહીં રસોઈઘરોમાં પુરૂષોનો જ દબદબો છે. આ ગામ પુડુચેરીથી 30 કિલોમીટરના અંતર પર છે અને દરેક ઘરમાં એક હોશિયાર રસોઈઓ મળી જાય છે. આ ગામમાં લગભગ 80 ઘર છે અને દરેક ઘરમાં પુરૂષો જ જમવાનું બનાવે તે પરંપરાનો ભાગ છે. એક અંદાજ અનુસાર ગામમાં 200 પુરૂષ કુક છે. દરેક કુકને ખુબ જ આકરી ટ્રેનિંગ લેવી પડે છે. ગામમાં પુરૂષોને સારા કુક બનવા માટે 10 વર્ષની ટ્રેનીંગ લેવી જરૂરી છે. દરેક વાનગીઓની જાણકારી તેમને મુખ્ય શેફ આપે છે. આ બધા કુક લગ્ન અને પાર્ટીમાં ભોજન બનાવવાનો ઓર્ડર જ લે છે. અહીંના કુક એક વારમાં આશરે 1000 લોકોને એક સાથે ભોજન કરાવી શકે છે. ગામમાં વૃદ્દ શેફે એવું જણાવ્યું હતું કે જે પુરૂષ ભોજન બનાવવાના શોખીન છે, તે રસોઈયાના કામ માટે આગળ આવવા લાગ્યા હતા . તેમણે એવું કહ્યું કે, વર્ષો પહેલા ખેતીનું કામ ઘણું મુશ્કેલ હતું. બીજી વાત છે કે કોઈ પાસે નોકરીનો અવસર પણ નહતો તો ગામના પુરૂષોએ કુક બનવાનું પસંદ કર્યુ હતું.