19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

કીન્નોરમાં ભૂસ્ખલનની ઝપેટમાં આવ્યા એક ટ્રક અને બે કાર

  • કીન્નોરમાં એક ટ્રક અને બે કાર ભૂસ્ખલનની આવ્યા ઝપેટમાં
  • લોકોએ ફોન કરીને બચાવવાના કર્યા પોકાર
  • ભૂસ્ખલન ની ઘટનાથી 13નાં થયા મોત  
  • 40 લોકોની શોધખોળ હાથ ધરાઈ
  • સેનાના જવાનો દ્વારા રાહત અને બચાવકાર્ય કામગીરી હાથ ધરાઈ 
  • આ પહેલા 25 જુલાઈના રોજ પણ ભૂસ્ખલન બાદ એક પર્વત પરથી શિલા નીચે આવી હતી

વરસાદમાં હિમાચલ પ્રદેશના પર્વતોમાં ભૂસ્ખલનના બનાવો સતત સામે આવી રહ્યા છે. કિન્નૌરમાં બુધવારે પર્વતો પરથી પડતી શિલાઓએ નેશનલ હાઇવે-5 પરથી પસાર થઇ રહેલી હિમાચલ ટ્રાન્સપોર્ટની બસ સહિત એક ટ્રક અને બે કારને ઝપેટમાં લઈ લીધી હતી. આ દુર્ઘટનામાં 13 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે લગભગ 40 જેટલા લોકો ગુમ થયા છે. અત્યાર સુધીમાં 14 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

કિન્નૌરમાં બુધવારે પર્વતો પરથી પડતી શિલાઓએ નેશનલ હાઇવે-5 પરથી પસાર થઇ રહેલી હિમાચલ ટ્રાન્સપોર્ટની બસ સહિત એક ટ્રક અને બે કારને ઝપેટમાં લઈ લીધી હતી. મળતી માહિતી મુજબ, પર્વત પરથી પસાર થઈ રહેલી બસના ડ્રાઈવરનો ફોન કાટમાળમાં દટાયો હતો. બસના કંડક્ટરે અને મુસાફરોએ એક જ ફોન પરથી ફોન કરીને મદદ માગી હતી. આ પછી બચાવ ટીમ લોકોને બચાવવા પહોંચી ગઈ હતી.અત્યારસુધી પ્રાપ્ત માહિતી અનુસાર, મૂરંગથી હરિદ્વાર જતી હિમાચલ ટ્રાન્સપોર્ટ રોડ કોર્પોરેશન (HRTC)ની એક બસ, એક ટ્રક અને બે કાર સહિત અન્ય ચાર વાહનો કાટમાળ નીચે દટાયેલાં છે. બચાવ ટીમ તેમને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે તેમજ મુખ્યમંત્રી જયરામ ઠાકુરને ફોન કરીને રાહત અને બચાવકાર્યની જાણકારી મેળવી હતી. PM મોદીએ તમામ શક્ય મદદની ખાતરી આપી છે.શાહે ITBP ના DG સાથે વાત કરીને મદદ કરવા માટે સૂચનાઓ પણ આપી છે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું હતું કે કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલન ખૂબ જ પરેશાન કરનારું છે. તેમણે પાર્ટીના કાર્યકરોને અસરગ્રસ્ત વિસ્તારમાં તમામ શક્ય મદદ કરવા માટે કહ્યું હતું.મુખ્યમંત્રી જયરામ ઠાકુરે બુધવારે વિધાનસભામાં લંચ બ્રેક બાદ ગૃહને જાણ કરવામાં આવી હતી કે રાહત માટે ટીમો ઘટનાસ્થળ પર પહોંચી ગઇ છે. સરકાર સેનાને હેલિકોપ્ટર આપવા માટે વાતચીત કરી રહી છે. ઘાયલોની સારવાર માટે નજીકની હોસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. એમ્બ્યુલન્સ પણ આપવામાં આવી છે. જિલ્લા કિન્નૌરના DC અને SP સમગ્ર ટીમ સાથે તહેનાત છે.આ પહેલાં 25 જુલાઈના રોજ કિન્નૌરમાં ભૂસ્ખલન બાદ એક પર્વત પરથી શિલા નીચે આવી ગઈ હતી. આ દુર્ઘટનામાં 9 પ્રવાસીનાં મોત થયાં હતાં. એ સમયે શિલા એટલી ઝડપથી પડી હતી કે એની ઝપેટમાં આવવાને કારણે બસ્પા નદીનો પુલ પણ તૂટી ગયો હતો. આ ઘટનામાં હિમાચલ ફરવા ગયેલા રાજસ્થાનમાંથી 4 હિમાચલ, 2 છત્તીસગઢ અને એક-એક મહારાષ્ટ્ર અને પશ્ચિમ દિલ્હીના પ્રવાસીઓ મૃત્યુ પામ્યા હતા.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: