23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

ચોટીલામાં વનીકરણ વિભાગ તેમજ ચામુંડામાતાજી ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

  • મુખ્યમંત્રીના જન્મદિનને લઇ સમગ્ર રાજ્યભરમાં કરવામાં આવી રહી છે ઉજવણી
  • ચોટીલામાં વનીકરણ વિભાગ તેમજ ચામુંડા માતાજી ગ્રુપ દ્વારા વૃક્ષારોપણનું કરાયું આયોજન
  • 65 હજાર વૃક્ષો વાવીને ચોટીલા હરિયાળું બનાવવાનો યોજાયો ઐતિહાસિક કાર્યક્રમ

ચોટીલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વનીકરણ વિભાગ તેમજ ચોટીલા ચામુંડામાતાજી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો .જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 65 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર અને જતન કરીને ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લા વનીકરણ વિભાગ અને ચોટીલા ચામુંડામાતાજી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે માનનીય વિજયભાઈ રૂપાણીના જન્મદિવસની ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરવા માટે ડી.એફ.ઓ.વિષ્ણુ દેસાઈ તેમજ ભાજપના પ્રદેશ યુવા પ્રમુખ પ્રશાંત કોરાટ,મોટિવેશનલ સ્પીકર સંજયભાઈ રાવલ,પ્રદેશ યુવા ભાજપના મંત્રી જયભાઈ શાહ,ચોટીલા તાલુકા પંચાયતના સદસ્ય તેમજ ચામુંડામાતાજી ગ્રુપના પ્રમુખ બલવીરભાઈ ખાચર,મહાવીરભાઈ ખાચર,મેરુભાઈ ખાચર સહિત ભાજપના હોદેદારો,કાર્યકર્તા,વનવિભાગ ના કર્મચારીઓ સહિત શહેરીજનોની ઉપસ્થિતિમાં  ચામુંડા માતાજી ડુંગર સહિત ચોટીલાના ગ્રામ્યવિસ્તારોના સ્મશાનો,શાળાઓ,બગીચાઓમા જઈને 65 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું..

વિક્રમસિંહ જાડેજા લાઈવ ગુજરાત ન્યુઝ ચોટીલા

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: