10 C
Ahmedabad
Wednesday, January 12, 2022
spot_imgspot_img

Latest Posts

કોરોનાના નવા કેસોમાં ધરખમ વધારો

  • કોરોનાના નવા કેસોમાં ધરખમ વધારો
  • સામાન્ય નાગરિકો ઉપરાંત સરકારની ચિંતામાં થયો વધારો
  • છેલ્લા 24 કલાકમાં નવા 35,178 કોરોના વાયરસના કેસ નોંધાયા 
  • એક દિવસમાં 400થી વધુ લોકોના થયા મોત

કોરોનાની બીજી લહેર બાદ ફરી એકવાર  દેશમાં બુધવારે કોરોનાના કેસમાં 10 હજારથી વધારેની વૃદ્ધિ નોંધાઈ જેના કારણે સામાન્ય નાગરિકો ઉપરાંત સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 35,178 નવા કેસ સામે આવ્યા તેમજ 400 થી  લોકોના મોત થયા છે.

કોરોનાની બીજી લહેર બાદ ફરી એકવાર  દેશમાં બુધવારે કોરોનાના કેસમાં 10 હજારથી વધારેની વૃદ્ધિ નોંધાઈ જેના કારણે સામાન્ય નાગરિકો ઉપરાંત સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 35,178 નવા કેસ સામે આવ્યા તેમજ 400 થી  લોકોના મોત થયા છે.  તે સિવાય 37,169 લોકો સ્વસ્થ થઈને ઘરે પાછા ફર્યા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3,67,415 થઈ ગઈ છે. સાથે જ દેશના કુલ મૃતકઆંકની વાત કરીએ તો તે 4,32,519 થયો છે. અત્યાર સુધીમાં કુલ 3,14,85,923 લોકો સાજા થયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસ વેક્સિનના 55,05,075 ડોઝ આપવામાં આવ્યા અને તે સાથે જ કુલ વેક્સિનેશનનો આંકડો 56,06,52,030 થઈ ગયો છે.વધુ માહિતી મુજબ ગત મંગળવારે 5 મહિના બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા હતા. દેશમાં મંગળવારે છેલ્લા 24 કલાકના 25,166 નવા કેસ નોંધાયા હતા અને 437 લોકોના મોત થયા હતા. 36,830 લોકો કોરોનાને માત આપીને સાજા થયા હતા. 

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: