24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર આવેલા પલ્લવ ચાર રસ્તા પાસે સર્જાયો ગંભીર અકસ્માત

  • અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર આવેલા પલ્લવ ચાર રસ્તા પાસે સર્જાયો ગંભીર અકસ્માત
  • પલ્લવ ચાર રસ્તા પારે બીઆરટીએસ બસ ચાલકે ફરી એકવાર માસુમનો લીધો ભોગ
  • અકસ્માત દરમિયાન ઘટના સ્થળે જ વાહનચાલકનું થયું કમકમાટીભર્યું મોત
  • મૃતકના મૃતદેહને સોલા સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો
  • અકસ્માત દરમિયાન લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે પહોંચતાં બસચાલક બસ ઉપર ચઢી ગયો

શહેરમાં વિરામ બાદ ફરી એકવાર બીઆરટીએસ બસ ચાલકની બેદરકારીએ ઉતાવળ ને કારણે એક માસુમ નો ભોગ લીધો છે.અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર આવેલા પલ્લવ ચાર રસ્તા પાસે આજે વહેલી સવારે એકિટવાચાલકનું રોગ સાઈડમાં આવેલી BRTS બસની ટક્કર મારતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. માહિતી મુજબ મૃતક છાપા વિતરણનું કામ કરતો હતો તેમજ ઘરે પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે ટોળેટોળાં એકઠાં થયાં હતાં, જેથી બસ-ડ્રાઇવર ગભરાઈને બસની ઉપર ચઢી ગયો હતો.આ સાથે જ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ ખાતે ખસેડાયો છે તેમજ B ડિવિઝન ટ્રાફિક-પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે લાશને પીએમ માટે મોકલી BRTS બસચાલક સામે ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે.

શહેરમાં વિરામ બાદ ફરી એકવાર બીઆરટીએસ બસ ચાલકની બેદરકારીએ ઉતાવળ ને કારણે એક માસુમ નો ભોગ લીધો છે. આજે વહેલી સવારે અમદાવાદના પલ્લવ ચાર રસ્તા પારે બીઆરટીએસ (BRTS) ની અડફેટે આવતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. વધુ માહિતી મુજબ વહેલી સવારે પેપર નાંખવા નીકળેલા 45 વર્ષીય જેલાભાઈ રબારી બીઆરટીએસ બસના તોતિંગ પૈડા નીચે કચડાયા હતા.  ઘટનાને પગલે ટોળેટોળાં એકઠાં થયાં હતાં, જેથી બસ-ડ્રાઇવર ગભરાઈને બસની ઉપર ચઢી ગયો હતો. લોકોએ બસ-ડ્રાઈવર સામે કાર્યવાહી માટે હાય હાય BRTS વગેરે નારા લગાવ્યા હતા. B ડિવિઝન ટ્રાફિક-પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે લાશને પીએમ માટે મોકલી BRTS બસચાલક સામે ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે. આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામાના જણાવ્યા મુજબ BRTS બસ સ્ટેન્ડ નજીકના સીસીટીવી ફૂટેજ મુજબ એક્ટિવા ચાલક રોડ ક્રોસ કરતો હતો ત્યારે તેણે બસને આવતી જોઈ ન હતી અને બસ સાથે ટક્કર વાગી હતી. બસ ડ્રાઈવરનું નામ શંકર દયામા છે. પોલીસ તપાસ ચાલી રહી છે.

ધ્વની પંચાલ લાઈવ ગુજરાત ન્યુઝ અમદાવાદ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: