12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

ભાવનગર પાલીતાણાની સર્વોદય સોસાયટી પાસે ભંગારની દુકાનમાં જોવા મળ્યો પુસ્તકોનો જથ્થો

  • ભાવનગર પાલીતાણાની સર્વોદય સોસાયટી પાસે ભંગારની દુકાનમાં જોવા મળ્યો પુસ્તકોનો જથ્થો
  • ભંગારની દુકાનમાંથી પુસ્તકનો જથ્થો મળી આવતા મચ્યો ખળભળાટ  
  • પાલીતાણા ગુજરાતી શાળાના આચાર્ય કલ્પેશભાઈ દવેને કરાયા સસ્પેન્ડ
  • મોટી માત્રામાં પુસ્તકો ભંગારની દુકાનમાં ક્યાંથી આવ્યા તે અંગે તપાસ હાથ ધરાઈ
  • અધિકારી દ્વારા તપાસના અપાયા આદેશ   

પાલીતાણા ની સર્વોદય સોસાયટી નજીક આવેલી ગુજરાતી નિશાળમાંથી ગઈ કાલે જુના પુસ્તકોનો જથ્થો ભંગારમાંથી મળી આવ્યો હતો તેના અનુસંધાને પાલીતાણા ગુજરાતી શાળાના આચાર્ય કલ્પેશ ભાઈ દવેને સસ્પેન્ડ કરાયા હતા .ભંગારની દુકાનમાંથી પુસ્તકનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી જવા પામી  હતી, અધિકારી દ્વારા તપાસના આદેશ અપાયા હતા

ભાવનગર પાલીતાણા સર્વોદય સોસાયટી પાસે આવેલ ગુજરાતી શાળાના પાઠ્યપુસ્તકનો જથ્થો એક ભંગારની દુકાન પર મળી આવ્યો હતો, ત્યારબાદ વિરોધ પક્ષ અને અપક્ષ દ્વારા અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી હતી, કાર્યવાહી બાદ શાળાના પ્રિન્સીપાલની  મહુવાના બીલડી ખાતે બદલી કરવામાં આવી છે, પુસ્તકનો જથ્થો ગઈકાલે જ પસ્તીવાળાને ત્યાંથી પરત લાવી સીલ મારવામાં આવ્યો હતો, સરકાર પાઠ્યપુસ્તક પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે તેમ છતાં એટલી મોટી સંખ્યામાં પુસ્તકો કેવી રીતે મળી આવ્યા છે તે આવનારા દિવસોમાં તપાસ બાદ જ ખુલવા પામશે, શાળામાં વિદ્યાર્થીઓની ગણતરી બાદ જ પાઠ્યપુસ્તકો મેળવવામાં આવે છે તો પછી આ પાઠ્યપુસ્તક  હજી સુધી કેમ પડી  રહ્યા છે, શું વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકથી વંચિત રાખવામાં આવ્યા હતા  માટે આટલો મોટો જથ્થો પડ્યો રહ્યો હતો? જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે

અજય બુધેલીયા લાઈવ ગુજરાત ન્યૂઝ ભાવનગર

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: