- મહીસાગરના બાલસિનોરના એક આશાસ્પદ યુવકે કર્યો આપઘાત
- પ્રેમમાં ધોકો મળતા નર્મદા કેનાલમાં ઝંપલાવી કરી આત્મહત્યા
- વિદ્યાર્થીએ અંતિમ વીડિયો બનાવી જીવન ટુંકાવ્યું
પ્રેમમાં પ્રેમીઓ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. પરંતુ પ્રેમમાં જ્યારે દગો મળે ત્યારે દુનિયાની સર્વસ્વ બાબતો નાની લાગે છે. પ્રેમમાં કથિત દગાના કારણે હતપ્રભ બનેલા બાલસિનોરના એક આશાસ્પદ યુવકે આપઘાત કરી હોવાની ઘટના બનવા પામી છે. વિદ્યાર્થીએ અંતિમ વીડિયો બનાવી નર્મદા કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટુંકાવ્યું છે. આ ઘટનાના કારણે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામ્યો છે. જોકે, આપઘાત કરતા પહેલાં MBBSના આ વિદ્યાર્થીએ રડતાં રડતાં અંતિમ વીડિયોમાં કહ્યું કે ‘મેં તને સાચો લવ કર્યો, તે મને દગો આપ્યો, બાય લવ યુ સો મચ’ આવું કહીને ફિલિપાઇન્સમાં MBBSનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કેનાલ માં કુદકો લગાવી દીધો. આ ઘટનામાં યુવકનું મોત થયું છે. પરિવારે આ મામલે બાલાસિનોરના સેવાલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ ફિલિપાઇન્સમાં MBBSનો અભ્યાસ કરતો યુવક રજાઓમાં ઘરે આવ્યો હતો ત્યારે તેને જાણ થઈ કે તેની પ્રેમિકા નું કોઈ અન્ય યુવક સાથે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું છે.
ઈન્દ્રવદન પંડ્યા લાઈવ ગુજરાત ન્યૂઝ મહિસાગર