- ટીકર ગામે ગૌશાળાના લાભાર્થે નાઈટ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ભવ્ય આયોજન
- 184 ટીમોએ લીધો ભાગ અને 64 દિવસ સુધી ચાલી આ ટુર્નામેન્ટ
- ક્રિષ્ના ઇલેવન મોરબી ટીમે હાંસલ કરી જીતની ટ્રોફી અને 51000નું ઈનામ
- સમગ્ર ટુર્નામેન્ટ સફળ બનાવા ગ્રામજનોએ ઊઠાવી ભારે જહેમત
હળવદ તાલુકાના ટીકર ગામે કામધેનુ ગૌશાળાના લાભાર્થે ઓપન ગુજરાત નાઇટ ક્રિકેટ ટેનિસ ટુર્નામેન્ટનો ભવ્ય આયોજન કરાયું હતું જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત માંથી 184 ટીમોએ ભાગ લીધો હતો.64 દિવસ સુધી આ ટુર્નામેન્ટ ચાલી હતી. આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં ભારત ઇલેવન ટીકર અને કીષ્ના.ઈ મોરબી વચ્ચે રમાઇ હતી. જેમાં કચ્છ અમદાવાદ રાજકોટ. સુરેન્દ્રનગર ધાંગધ્રા મોરબીના નામાંકિત ખેલાડીઓ રમ્યા હતા ભારત ઇલેવન ટીકરે ૧૪ ઓવરમાં ૧૦૫ રન બનાવ્યા હતા જયારે ક્રિષ્ના ઇલેવન મોરબી એક વિકેટના ભોગે ૧૦ ઓવરમાં ૧૦૬ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ૯ વિકેટે વિજય હાંસલ કર્યો હતો. ચેમ્પિયન ટીમને ટ્રોફી તથા ૫૧૦૦૦ રૂપિયા રોકડા પુરસ્કાર જ્યારે રનરઅપ ટીમને ટ્રોફી અને રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું તેમજ મેન ઓફ ધ સિરીઝ અને મેન ઓફ ધ મેચ વગેરે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ સમગ્ર ટુર્નામેન્ટ સફળ બનાવા ગ્રામજનોએ ભારે જહેમત ઊઠાવી હતી.
- મયુર રાવલ લાઈવ ગુજરાત ન્યુઝ હળવદ