- અફઘાનિસ્તાનમાં બનશે નવી સરકાર
- તાલિબાની શાસનમાં શૂરા હશે સૌથી શક્તિશાળી
- જેનું નેતૃત્વ પણ તાલિબાન જ કરશે : સૂત્રો
- તાલિબાની લીડર અખુંદઝાદા રહેશે સર્વોપરી
- દેશ ચલાવવા તાલિબાન બનાવશે શૂરા કમિટી
દેશ ચલાવવા તાલિબાન હવે શૂરા-કમિટી બનાવશે, તેના વડાપ્રધાન માટે રઈસ-ઉલ-વજીરા શબ્દ વપરાશે, તાલિબાની લીડર અખુંદઝાદા સર્વોપરી રહેશે.અફઘાનિસ્તાન પર તાલિબાની શાસન અને અમેરિકન સૈન્ય પરત ફર્યા પછી કાબુલમાં તાલિબાને નવી સરકાર રચવાની તૈયારીઓ હાથ ધરી દીધી છે. તાલિબાને ઘણીવાર કહ્યું છે કે તે દેશની વસતિ અને અન્ય વસાહતોને સરકારમાં જગ્યા આપવા માગે છે. પરંતુ અત્યાર સુધી આ મુદ્દે યોગ્ય દિશા મળી શકી નથી.
તાલીબાન હવે અફઘાનિસ્તાનમાં નવી સરકાર બનાવવા જઈ રહી છે ત્યારે સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી પ્રમાણે, તાલિબાન એક શૂરા કાઉન્સિલની સહાયતાથી દેશની શાસન વ્યવસ્થાનું નિર્માણ કરવા ઇચ્છે છે અને તેના માટે એને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. જેમાં એક વડાપ્રધાન અને કેબિનેટ પણ હશે, જે સરકારના કાર્યોને યોગ્ય દિશા સૂચવશે. ઈરાનની જેમ એક સુપ્રીમ લીડર પણ હોઇ શકે છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે તાલિબાની શાસનમાં શૂરા સૌથી શક્તિશાળી હશે, જેનું નેતૃત્વ પણ તાલિબાન જ કરશે. તાલિબાનના વડા શેખ હિબ્તુલ્લાહ અખુંદઝાદા સુપ્રીમ લીડર રહેશે. જેમાં એક વડાપ્રધાન પણ હશે જેમને રઈસ-ઉલ-વજીરા કહેવાશે. તેમની પાસે કેબિનેટ પણ હશે, જે શૂરા હેઠળ કામ કરશે.વિવિધ પ્રાંતોમાં કેવી રીતે સરકારની રચના કરવા મુદ્દે હજુ ઘણી અસમંજસ રહેલી છે. અહીં ન્યાયિક વ્યવસ્થાને પણ ઊંડાણપૂર્વક અને કડક દેખરેખ હેઠળ લાગૂ કરાશે. તેવામાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે આના માટે શરિયા કાયદાઓની સહાયતા લેવાશે.શૂરા અરબી ભાષાનો શબ્દ છે. જેનો અર્થ એક કમિટિ થાય છે જે સલાહ અને માર્ગદર્શન પૂરૂ પાડે છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ, અત્યારે કોઇપણ ઇસ્લામિક દેશમાં સંપૂર્ણપણે શૂરા લાગૂ કરાયું નથી.જો કે ઘણા દેશો એવા છે કે જ્યાં આનું અસ્તિત્વ છે, પરંતુ ત્યાં એના આદેશને સંપૂર્ણપણે આચરણમાં લેવાય તેવો ગણાતો નથી.1990ના દશકામાં ક્વેટા કરીને એક શબ્દ હતો જે ઘણો પ્રચલિત હતો. આમ જોવા જઇએ તો તાલિબાનના ઘણા નેતા પાકિસ્તાન સાથે જોડાયેલા છે અને તેમના ક્વેટા શહેર સાથે ઘણા સારા સંબંધો પણ છે. આવા નેતાઓ અહીં બેસીને આદેશો આપતા હોવાથી આને ક્વોટા શૂરા કહેવામાં આવે છે. અશરફ ગની અને હામિદ કરજઈએ પણ આનો ઉલ્લેખ કર્યો, પરંતુ પાકિસ્તાન ક્વેટા શૂરાના અસ્તિત્વને નકારી રહ્યું હતું.ઘણા દેશોમાં આંશિક અથવા પ્રતિકાત્મક રૂપે શૂરા કાઉન્સિલ કાર્યરત છે. તેમનું કામ સરકાર અથવા શાસન વ્યવસ્થાને સલાહ આપવાનું હોય છે. આ કાઉન્સિલના નામોનો પ્રયોગ પણ વિવિધ રૂપે કરવામાં આવે છે. પાકિસ્તાની સંસદને મજલિસ-એ-શૂરા પણ કહેવાય છે.સંસદના ઉચ્ચ સદનને શૂરા કાઉન્સિલ કહેવાય છે. ઈન્ડોનેશિયામાં પણ આવીજ પરિસ્થિતિ છે. સાઉદી અરબમાં રાજાશાહી છે, પરંતુ ત્યાં પણ એડવાઇઝરી કાઉન્સિલ રૂપે શૂરા કાઉન્સિલ કાર્યરત છે. ઓમાનમાં પણ આ પ્રમાણે વ્યવસ્થા છે. શૂરા કાઉન્સિલ ત્યાં સલાહ-સૂચન આપી શકે છે, પરંતુ સુલ્તાન ઇચ્છે તો આનું પાલન કરવા માટે પણ મનાઈ ફરમાવી શકે છે. કતરમાં પણ શૂરા કાઉન્સિલ છે.ઈરાનમાં પણ શૂરા વ્યવસ્થા છે. જોકે, મોટાભાગે મુસ્લિમ દેશોમાં શરિયાત સાથે જોડાયેલી વાતોને કાયદાકિય રૂપ આપી અમલમાં મૂકાય છે. આને લિગલ સિસ્ટમનો ભાગ બનાવાયો છે.તાલીબાન ના પહેલાના શાસનના કાયદામાં પુરુષો માટે દાઢી રાખવી ફરજિયાત હતી. મહિલાઓ માટે અબાયા અથવા બુરખો અનિવાર્ય હતો.મનોરંજનના સાધનો એટલે કે સિનેમા, ટીવી અથવા સંગીત સામે સંપૂર્ણ પ્રતિબંધ હતો.10 વર્ષથી વધુ ઉંમરની છોકરીઓને શિક્ષાનો અધિકાર ન હતો. નોકરી કરવા પર પણ પ્રતિબંધ હતો .મહિલાઓ જ્યારે પણ ઘરની બહાર કોઇ કારણોસર જાય ત્યારે તેની સાથે એક પુરુષ સભ્યની હાજરી અનિવાર્ય હતી.પત્થરોથી માર-મારીને મોતને ઘાટ ઉતારવા અને ગળું કાપવાથી લઇને ચાબુક મારવું અને જાહેરમાં ફાંસી આપવાની સજાઓ પણ અપાતી હતી.