23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

જસદણમાં લૂંટના ઈરાદે આધેડની કરાઈ હત્યા

  • જસદણના આટકોટમાં આધેડવયના વ્યક્તિની કરાઈ હત્યા
  • અજાણ્યા સખ્શો દ્વારા આધેડના માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરી હત્યા
  • લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું
  • આધેડની હત્યાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી

જસદણના આટકોટમાં અજાણ્યા શખસોએ એક આધેડવયના વ્યક્તિની માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે આ આધેડ વાડીએ એકલા હતા. અને લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સાથે જ પોલીસ તપાસમાં ઘરનો તમામ સામાન વેર-વિખેર જોવા મળ્યો હતો.

જસદણના આટકોટમાં ગઢની પાછળ હનુમાનજી મંદિરની બાજુમાં આવેલી પાદરડી વાડી તરીકે ઓળખાતી વાડીમાં 50 વર્ષીય લાલજીભાઇ ખોખરીયા નામના આધેડનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જો કે ઘટનાની જાણ  થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસ તપાસમાં અજાણ્યા શખ્સોએ આધેડના માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું છે. જોકે, હત્યા પાછળનું કારણ હજી સુધી અકબંધ છે. પત્ની સુરત ગઈ હોવાથી લાલજીભાઇ વાડીએ એકલા હતા. લાલજીભાઇનો પુત્ર સુરત રહે છે અને પોતે અને તેમની પત્ની વાડીમાં જ રહેતા હતા. પરંતુ પત્ની સુરત દીકરાના ઘરે ગયા હતા. આથી તેઓ થોડા દિવસથી એકલા જ વાડીએ રહેતા હતા. અજાણ્યા શખસોએ લૂંટના ઇરાદે લાલજીભાઇની હત્યા કરી હોય તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. કારણ કે, લાલજીભાઇના ઘરમાં બધો સામાન વેર-વિખેર જોવા મળ્યો હતો.આ બનાવની જાણ થતા જિલ્લા એલ.સી.બી., ડોગ સ્ક્વોડ, ફિંગર પ્રિન્ટ નિષ્ણાતો આટકોટ દોડી આવી આરોપીનું પગેરુ મેળવવા કામે લાગી ગયા છે. હાલ પોલીસે લાલજીભાઇનો મૃતદેહ પીએમ માટે જસદણ સરકારી હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પરિવારજન દિનેશભાઇ ખોખરીયાએ જણાવ્યું હતું કે, હું સવારે વાડીએ આવ્યો હતો, ત્યારે લાલજીભાઇનો મૃતદેહ બહાર જોયો. એટલે મેં આટકોટનાં સરપંચ દેવશીભાઇને જાણ કરી હતી. આથી તેઓ દોડી આવ્યા હતા અને તેઓએ પોલીસને જાણ કરી હતી.ઉલ્લેખનીય છે કે મૃતક લાલજીભાઇ હીરા ઘસતા અને ખેતીકામ પણ કરતા હતા. લાલજીભાઇને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. જોકે, લાલજીભાઇની હત્યા પાછળનું કારણ હજી સુધી અકબંધ રહેવા પામ્યું છે. સાચું કારણ પોલીસ તપાસ બાદ જ સામે આવશે…પરંતુ આધેડની નિર્મમ હત્યાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

હરેશ તેરૈયા લાઈવ ગુજરાત ન્યુઝ જસદણ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: