- જામનગર ખાતે કોરોના પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ માટે મેગા કેમ્પ યોજાયો
- અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ
- વધુમાં વધુ નાગરિકોને વેકસીન લેવા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો અનુરોધ
- વ્રજભૂષણ વિદ્યાલય ખાતે ૪૦૦થી વધુ લોકોના રજિસ્ટ્રેશન સાથેનો મેગા કેમ્પ યોજાયો
જામનગર મહાનગરપાલિકા તથા નીલકંઠનગર આરોગ્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે વ્રજભૂષણ વિદ્યાલય ખાતે વિસ્તારના ૪૦૦ થી વધુ લોકોને કોરોના પ્રતિરોધક રસી આપવા માટેનો નિ:શુલ્ક મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની રસી આપવા માટેના કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
સમગ્ર વિશ્વ અને આપણો દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે. હાલમાં ફરીથી બીજા વેવમાં ભારત અને આપણા ગુજરાતમાં પણ સતત કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે કોરોના પ્રતિરોધક રસી એ આપણા માટે આ રોગ સામે લડતના હથિયાર સમાન છે. ત્યારે વધુમાં વધુ લોકો આ રસી લઇ અને સુરક્ષિત બને તે માટે જામનગરના વ્રજભૂષણ વિદ્યાલય ખાતે ૪૦૦ થી વધુ લોકોના રજિસ્ટ્રેશન સાથેનો આ મેગા વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યો છે. વળી, વધુને વધુ નાગરિકો આ જ પ્રકારે જાગૃત બની તત્કાલ રસી લઇ પોતે, પોતાના પરિવાર અને સમગ્ર જામનગરને સુરક્ષિત બનાવવામાં સહયોગ આપે તેમ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, મહામંત્રી મેરામણભાઈ ભાટુ, વોર્ડના કોર્પોરેટરો હર્ષાબા જાડેજા, જયંતીભાઈ ગોહિલ, શોભનાબેન પઠાણ, ગીતાબા જાડેજા, પાર્થભાઈ કોટડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંપૂર્ણ આયોજન પરેશભાઈ દોમડીયા અને નિલેશસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું.
- કેમેરામેન કેતન રાવલ સાથે જગદીશ ખેતીયા લાઈવ ગુજરાત ન્યુઝ જામનગર