21 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

અફઘાનિસ્તાનની સ્થિતિને લઈને PM નિવાસ સ્થાને મંગળવારે બેઠક મળી

  • અફઘાનિસ્તાનની સ્થિતિને લઈને પીએમ  નિવાસ સ્થાને મંગળવારે બેઠક મળી
  • અફઘાનિસ્તાનના હિંદુ અને શીખ નાગરિકોને ભારતમાં આશરો આપીશું : પીએમ
  • ગૃહ મંત્રી,સંરક્ષણ મંત્રી સહીત અનેક દિગ્ગજો રહ્યા ઉપસ્થિત
  • બેઠકમાં પ્રાદેશિક રાજકારણ, રાજદ્વારી સ્થિતિ સહિતના મુદ્દાઓ પર કરાઈ ચર્ચા

અફઘાનિસ્તાનની સ્થિતિને લઈને ગતરોજ PM નિવાસ સ્થાને  બેઠક મળી હતી.  જેમાં વડાપ્રધાન મોદીએ અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને સકુશલ પરત કરવાના સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ PM મોદીએ કહ્યું કે ભારત આવતા દરેક અલ્પસંખ્યકની મદદ કરવામાં આવશે.

અફઘાનિસ્તાનની સ્થિતિને લઈને ગતરોજ PM નિવાસ સ્થાને  બેઠક મળી હતી.  જેમાં વડાપ્રધાન મોદીએ અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને સકુશલ પરત કરવાના સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને NSA અજીત ડોભાલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. વધુમાં સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદીએ બેઠકમાં તમામ સંબંધિત અધિકારીઓને આગામી દિવસોમાં અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવા માટે તમામ આવશ્યક ઉપાય કરવાના નિર્દેશ આપ્યા છે. એક વરિષ્ઠ અધિકારી મુજબ વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું છે કે ભારતને માત્ર પોતાના નાગરિકોની રક્ષા કરવી જોઈએ, પરંતુ અમે તે શીખ અને હિંદુ અલ્પસંખ્યકોને પણ આશરો આપશે જે ભારત આવવા માગે છે, અને અમે દરેક સંભવ મદદની પ્રદાન કરવી જોઈએ. મદદ માટે ભારત તરફ જોતા આપણાં અફઘાન ભાઈઓ અને બહેનોની મદદ કરવી જોઈએ  NSA અજીત ડોભાલ દ્વારા અફઘાનિસ્તાનની સ્થિતિ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. તેમજ આ બેઠકમાં પ્રાદેશિક રાજકારણ, રાજદ્વારી સ્થિતિ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે  નિવેદન આપતા જણાવ્યું હતું કે તમામ મહત્વના દેશો સાથે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે. અફઘાનિસ્તાનમાં ખૂબ ઝડપથી સ્થિતિ બદલાઈ રહી છે. અલબત અશરફ ગનીએ દેશ છોડ્યો ત્યારબાદ એ બાબત સ્પષ્ટ નથી કે નવી સરકારનું સ્વરૂપ કેવું હશે. બીજી બાજુ ભારત અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે સતત પ્રયત્ન કરી રહ્યું છે. સાથે જ  ભારતીય વાયુસેનાનું વિમાન 150 ભારતીયોને લઈ દેશ પરત ફર્યું હતું.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: