24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

અમદાવાદની અંકુર સ્કુલમાં ભીષણ આગ લાગી

  • અમદાવાદની અંકુર સ્કુલમાં લાગી હતી ભીષણ આગ
  • સરદાર ચોકમાં આવેલી અંકુર સ્કૂલમાં લાગી હતી આગ 
  • આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સર્જાયો અફરાતફરીનો માહોલ
  • આગ પર કાબૂ મેળવવા ફાયરની 10 થી વધુ ગાડીઓ પહોંચી હતી ઘટનાસ્થળે
  • ફાયર વિભાગ દ્વારા ત્રણ બાળકોને સહી સલામત બચાવી લેવાયા

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. કોઈ અગમ્ય કારણોસર અંકુર સ્કૂલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેથી 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્કૂલની આગમાં ત્રણ બાળકો ફસાયા હતા, જેમને ફાયર વિભાગ દ્વારા સહી સલામત બચાવી લેવાયા હતા. કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. કોરોનાના કારણે હાલ સ્કૂલો બંધ છે. ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે શાળા બંધ છે. પરંતુ 10 થી 12ના વિદ્યાર્થીઓ જ શાળામાં હાજર હતા. જેમાંથી ત્રણ વિદ્યાર્થીઓ આગમાં ફસાયા હતા. આગને પગલે રસ્તો બંધ કરાવી દેવાયો હતો, અને આસપાસના મકાનોને એલર્ટ કરી દેવાયા હતા.અને ચાર બાળકો ફસાયા હોવાના મેસેજ મળતાં નરોડા, ઓઢવ ફાયરબ્રિગેડ સહિત ફાયરના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગને કાબુમાં લીધી હતી. એક કલાકમાં આગ કાબુમાં આવી ગઈ હતી. કલરકામ અને ફર્નિચરનું કામ કરતા ત્રણ મજૂર ફસાયા હતા જેને દાદર પરથી રેસ્ક્યુ કરી લેવાયા હતા. કોઈ જાનહાનિ થઈ નથી. સ્કૂલ સંચાલકના જણાવ્યા મુજબ સ્કૂલ બંધ જ હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ ફર્નિચરનું જે કામ ચાલે છે તેમ લાકડા લગાવવામાં આવતા સોલ્વન્ટમાં આગના કારણે લાગી હોય શકે છે.

અંજલી પટેલ લાઈવ ગુજરાત ન્યુઝ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: