- જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે પાંચ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન
- વધતા જતા કોરોના સંક્રમણને લઈને વેપારીઓનો મહત્વનો નિર્ણય
- દરેક વેપારીઓ દ્વારા આ બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું
- મેડીકલ, દુધ જેવી આવશ્યક સેવાઓ સિવાય તમામ દુકાનો રહેશે બંધ
વધતા જતા કોરોના સંક્રમણને લઈને જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે વેપારીઓએ મહત્વ પુર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય પ્રમાણે આજથી તમામ વેપારીઓએ પાંચ દીવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. હાલ કોરોના બેકાબૂ બનતા, અને દીવસે ને દીવસે વધુ કેસો નોંધાતા સંક્રમણથી બચાવા માટે ટીંબીના વેપારીઓ દ્વારા પાંચ દીવસ સ્વૈચ્છિક રીતે લોકડાઉન કરવામાં આવ્યું છે. દરેક વેપારીઓ દ્વારા સહયોગ આપી આ બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું છે. મેડીકલ, દુધ અને અનાજ દળવાની ઘંટી જેવી આવશ્યક સેવાઓ સીવાય તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ટીંબી એગ્રો એશોસિયન દ્વારા પણ સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું હતું. અને તે સફળ રહ્યું હતું.
બાબુભાઈ વાઢેળ લાઈવ ગુજરાત ન્યુઝ જાફરાબાદ