21 C
Ahmedabad
Saturday, January 22, 2022
spot_imgspot_img

Latest Posts

મહીસાગરના લુણાવાડામાં ખેડૂતના ખેતરમાં લાગી આગ

  • મહીસાગરના લુણાવાડામાં ખેડૂતના ખેતરમાં લાગી આગ
  • ૧૩ વીઘા ખેતરમાં પકવેલા ૫૦૦ મણ ઘઉં બળીને થયા ખાખ
  • અગમ્ય કારણોસર ખેતરમાં આગ લાગતા ખેડૂતને થયું મોટું નુકશાન
  •  ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ ઘઉં બળીને ખાખ

ખેડૂતોની હાલત દિનપ્રતિદિન કફોડી બની રહી છે. દિવસ રાત એક કરી ખેડૂતો પાક પકવતા હોય છે. ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગધનપુર ગામના ખેડૂતો પર આફત આવી પડી છે. ઘઉના ખેતરમા અચાનક આગ ભભૂકી હતી. આગ લાગતા ખેડુત બેહાલ થયા છે. લુણાવાડા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોચે તે પહેલા જ ઘઉં બળીને ખાખ થઇ ગયા હતા. અંદાજે 500 મણ જેટલા ઘઉં બળીને ખાખ થઈ જવા પામ્યા હતા.

લુણાવાડા તાલુકા ગધનપુર ગામના કલ્પેશ પટેલ, જયેશ પટેલ સહિત અન્ય ખેડૂતોનો ખેતરમાં આગ લાગતા પકવેલો પાક બળીને ખાખ થયો હતો, ખેડૂતે મહામુસીબતે ખેતરમાં પકવેલો પાક બળીને ખાખ થતા ખેડૂતો પર જાણે આભ ટુટી પડયુ હોય તેવી પરિસ્‍થિત સર્જાઈ હતી. ગધનપુર ગામે 13 વિઘાના ખેતરમાં પકવેલા ઘઉંનો પાક બળીને ખાખ થયો હતો. ખેડુતોએ પોતાનો પકવેલા ઘઉંના પાકને કાપીને ખેતરમાં મુક્યા હતા.પણ કોઈ અગમ્ય કારણોસર ઘઉંમાં આગ લાગતા ઘઉ બળીને ખાખ થયા હતા. ખેતરોમાં આગ લાગવાની જાણ થતા આજુબાજુના રહીશો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને લુણાવાડા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોચે તે પહેલા જ ઘઉં બળીને ખાખ થઇ ગયા હતા. અંદાજે 500 મણ જેટલા ઘઉં બળીને ખાખ થઈ જવા પામ્યા હતા. ખેતરમાં અચાનક આગ લગતા તૈયાર થયેલ ઘઉનો પાક બળી ગયો હતો. ખેડુત બિચારો ન ઘર નો કે ન ઘાટનો હોય તેવી પરિસ્‍થિત સર્જાઈ હતી. આમ આકસ્મિક ઘટના બનવાને કારણે ખેડુતો બેહાલ થયા છે.

અમીન કોઠારી લાઈવ ગુજરાત ન્યુઝ મહીસાગર

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: