17 C
Ahmedabad
Wednesday, January 19, 2022
spot_imgspot_img

Latest Posts

કોરોના વેક્સિન બનાવનારી કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટમાં લાગી આગ

  • પુણેની સીરમ ઇન્સ્ટીટયુટની નવી બિલ્ડીંગમાં લાગી આગ
  • ઇન્સ્ટીટયુટમાં બીજા માળે લાગી આગ
  • ફાયર બ્રિગેડની 8 ગાડીઓ પહોંચી ઘટનાસ્થળે
  • સીરમ ઇન્સ્ટીટયુટ બનાવે છે કોવીશિલ્ડ વેક્સિન
  • આગ લાગી લે બિલ્ડીંગમાં નથી બની રહી કોવિશિલ્ડ 

ભારતમાં કોરોના વાયરસની વેક્સિન બનાવનાર સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII) માં આગ લાગવાની ઘટના સામે આવી છે. પુણે સ્થિત સી#રમના ટર્મિનલ ગેટ 1 પર આગ લાગી છે. આગની માહિતી પ્રાપ્ત થતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયામાં જ કોરોના વેક્સિન કોવિશીલ્ડ બની રહી છે, જેની આપૂર્તિ ભારત સહિત ઘણા દેશોમાં કરવામાં આવી રહી છે.  જાણવા મળી રહ્યું છે કે પુણેના મંજરીમાં સ્થિત સીરમના નવા પ્લાન્ટમાં આગ લાગી છે. 300 કરોડના ખર્ચથી બનેલા આ પ્લાન્ટમાં કોરોના વેક્સિન કોવિશીલ્ડનું મોટા પાયે પ્રોડક્શન કરવાની યોજના છે. પાછલા વર્ષે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. હાલ આ પ્લાન્ટમાં વેક્સિન ઉત્પાદનનું કામ શરૂ થયું નથી. 

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: