12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

કાશી વિશ્વનાથ ધામમાં જર્જરિત ઈમારત ધરાશાયી

  • કાશી વિશ્વનાથ ધામમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી        
  • ઘટનામાં 8 મજુરો પૈકી 6 ઘાયલ : 2 ના મોત
  • શિવપ્રસાદ ગુપ્તા વિભાગીય હોસ્પિટલમાં ચાલી રહી છે ઘાયલોની સારવાર
  • બધા મજૂરો પશ્ચિમ બંગાળનાં માલદાનાં રહેવાસી

કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરનાં ગંગા ઘાટનાં કાંઠે સ્થિત જર્જરિત બે માળની ગોયન્કા છાત્રાલયનો કેટલોક ભાગ વહેલી સવારે તૂટી પડતાં વારાણસીમાં મંગળવારનો દિવસ અમંગળ સાબિત થયો હતો. જેમાં કોરિડોરમાં કામ કરતા મજૂરો આ જર્જરિત મકાનમાં હંગામી ધોરણે રહેતા હતા. ત્યારે મકાન ધરાશાયી થતા કાટમાળમાં તમામ મજૂરો દબાઈ ગયા હતા. આ વાતની જાણ થતા જ પોલીસની ટીમે રેસ્ક્યુ ચલાવીને તમામ 8 લોકોને કાટમાળ માંથી બહાર કાઢ્યા હતા અને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડ્યા હતા, જ્યાં ડોક્ટરોએ બે મજૂરોને મૃત ઘોષિત કર્યા હતા. મળતી માહિતી મુજબ દશાશ્વમેધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિશ્વનાથ કોરિડોર માટે ખોદકામ કરવાને કારણે જ ઘરનો પાયો ઘણો નબળો પડી ગયો હતો, જેના કારણે જ આ અકસ્માત થયો હતો. તમામ ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વહીવટી અધિકારીઓ એવું કહે છે કે પશ્ચિમ બંગાળનાં માલદામાં રહેતા મજૂરો કોરિડોરની રચનામાં કામ કરી રહ્યા હતા, તે બધા જ નજીકની ઇમારતમાં જ રહેતા હતા, જર્જરિત ઈમારત સવારે ધરાશાયી થઈ હતી, જેમા બે લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. ઉલ્લેખનીય છે કે છાત્રાલયનો રસોડાનો ભાગ પૂરી રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગયો હતો. જયારે આ અકસ્માત થયો ત્યારે તે સમયે આશરે 8 મજૂરો સૂઈ રહ્યા હતા. પોલીસ અને એનડીઆરએફની મદદથી તમામને વારાણસીની ડિવિઝનલ હોસ્પિટલ કબીર ચૌરા લાવવામાં આવ્યા હતા. બધા મજૂરો પશ્ચિમ બંગાળનાં માલદાનાં હોવાની માહિતી મળી હતી.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: