12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

રાજ્યમાં રાત્રી કર્ફ્યું અંગે લેવાશે નિર્ણય

  • રાજ્યમાં રાત્રી કર્ફ્યું અંગે લેવાશે નિર્ણય
  • મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળશે કોર કમિટીની બેઠક
  • કોર કમિટની બેઠકમાં રાત્રી કર્ફ્યું અંગે લેવાશે નિર્ણય
  • રાત્રી કર્ફ્યુની મુદત લંબાવવામાં આવે તેવી શક્યતા
  • રાત્રી કર્ફ્યુંમાં અન્ય વધુ તાલુકા-ગામડાઓનો સમાવેશ કરાય તેવી શક્યતા
  • હાલ ૮ મહાનગર અને ૩૬ શહેરોમાં છે રાત્રી કર્ફ્યું અમલી

ગુજરાતમાં હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના 8 મહાનગરો અને 36 શહેરોમાં રાત્રિ કરફ્યૂ ચાલી રહ્યો છે. જેની મુદ્દત આજે પૂર્ણ થઈ રહી છે. આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે કે કોરોનાના કેસોની સંખ્યામાં છેલ્લા કેટલાંક દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. જેથી હાલમાં કરફ્યૂનો જે સમય છે તેને જ યથાવત જાળવી રખાશે. કરફ્યૂના સમયમાં કોઈ વધારો કરવામાં આવે એવી પણ શક્યતાઓ નથી. હાલ રાત્રિના 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરફ્યૂ છે.જો કે અન્ય નાના શહેરો કે ગામડાઓનો રાત્રી કર્ફ્યુંના નિયમમાં સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે,અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 36 શહેરોની વાત કરીએ તો ગાંધીનગર, પાટણ, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, ગોધરા, દાહોદ, વિરમગામ, છોટાઉદેપુર, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીધામ, ભુજ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર, બોટાદ, વેરાવળ, ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ 36 શહેરોમાં રાત્રિના 08થી સવારના 06 વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા છે

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: