8 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

ઉત્તરાખંડના દેવપ્રયાગમાં વાદળ ફાટવાની ઘટના આવી સામે

  • ઉત્તરાખંડના દેવપ્રયાગમાં વાદળ ફાટવાની ઘટના આવી સામે 
  • ઉત્તરાખંડમાં 9 દિવસમાં બની આ ત્રીજી ઘટના
  • 3 અને 7 મેના રોજ પણ ફાટ્યા હતા વાદળ
  • દેવપ્રયાગમાં ત્રણ માળની આઈટીઆઈની ઈમારત થઇ ધરાશયી
  • નદીની આજુબાજુ  12-13 દુકાનોને ભારે નુકસાન
  • લોકડાઉનને કારણે  વધુ મોટી જાનહાનિ ટળી

ઉત્તરાખંડમાં  ગતરોજ ફરી વખત વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. આ ઘટના ટીહરી જિલ્લાના દેવપ્રયાગની છે. નગર પાલિકાની બિલ્ડિંગ સહિત બે ભવન ધરાશાયી થઈ ગયા છે. સમગ્ર વિસ્તારમાં કાટમાળ ફેલાઈ ગયો છે. વધુ માહિતી મુજબ મંગળાર સાંજે સતયુગના તીર્થ દેવપ્રયાગમાં લગભગ 5 વાગ્યે શાંતા નદીના ઉપરના ભાગે વાદળ ફાટવાથી નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. વાદળ ફાટવાથી સાંતા નદીમાં પૂર આવ્યું છે. તેમજ નદીમાં પુર ને કારણે આજુબાજુની 12-13 દુકાન પાણીમાં વહી ગઈ છે. સાથે જ નદીમાં આવેલા કાટમાળે શાંતિ બજારમાં ભારે તબાહી મચાવી છે. ફૂટ બ્રિજનો ક્યાંય પત્તો લાગ્યો નથી. વધુમાં સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ  લોકડાઉનને લીધે દુકાનો બંધ હોવાથી જાનહાનિ ટળી હતી . ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં 9 દિવસમાં ત્રીજી ઘટના બનવા પામી છે.  અગાઉ 3 અને 7 મેના રોજ પણ વાદળ ફાટ્યા હતા.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: