23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

રાકેશ ટિકૈત સહિત 6 ખેડૂતનેતા વિરુદ્ધ ટ્રેક્ટર રેલીની શરતો તોડવા અંગે નોંધાયો કેસ

  • રાકેશ ટિકૈત સહિત 6 ખેડૂતનેતા વિરુદ્ધ કેસ
  • પોલીસે 200 ઉપદ્રવીની કરી અટકાયત
  • કિસાન રેલી માં હિંસા મુદ્દે ક્રાઇમ બ્રાંચ કરશે તપાસ

કૃષિ કાયદાઓના વિરોધમાં 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા અંગે પોલીસ સતત એક્શનમાં આવી છે. હિંસા અને તોડફોડની ઘટનાઓ અંગે અત્યારસુધીમાં 22 FIR નોંધાઈ છે. દિલ્હી પોલીસે આ અંગે કહ્યું હતું કે લૂંટ અને જીવલેણ હુમલાની કલમો અંતર્ગત કેટલાક કેસ નોંધાયા છે.તેમજ પોલીસે વધુમાં આ મામલે કાર્યવાહી કરીને અત્યારસુધીમાં 200 ઉપદ્રવીની અટકાયત પણ કરી લીધી છે.

વધુમાં હવે આ હિંસાના મામલે દિલ્હી ક્રાઈમ બ્રાંચ હવે તપાસ કરશે.તેમજ વધુ મળતી માહિતી મુજબ પોલીસે જે FIR કરી છે એમાં 6 ખેડૂતનેતાનાં નામ પણ સામેલ છે.તેમાં કિસાન યુનિયન સંઘઠન ના નેતા રાકેશ ટિકૈત, દર્શન પાલ, રાજિંદર સિંહ, બલવીર સિંહ રાજેવાલ, બૂટા સિંહ બુર્જગિલ અને જોગિંદર સિંહ છે. તેમની વિરુદ્ધ ટ્રેક્ટર રેલીની શરતો તોડવા બાબતે તેમજ કલમ કલામ 395 (લૂંટ), 397 (લૂંટ અને જીવલેણ હુમલાનો પ્રયત્ન) અને 120 બી (ગુનાહિત કાવતરું) સાથે કેસ નોંધવામાં આવ્યો છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: