21 C
Ahmedabad
Saturday, January 22, 2022
spot_imgspot_img

Latest Posts

નીતિન પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

  • મહેસાણા ખાતે રક્તદાન શિબિરનું કરાયું આયોજન
  • નીતિન પટેલના જન્મદિવસ નિમિત્તે કરાયું રક્તદાન કેમ્પનું આયોજન
  • નુતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર,નુતન જનરલ હોસ્પિટલે કર્યું આયોજન  
  • અનેક રક્તદાતાઓએ રક્તદાન કરી નીતિન પટેલને પાઠવી શુભેચ્છા 

સમગ્ર દેશમાં હાલ કોરોના વાઇરસની મહામારીના સમયે રક્તદાન એ મહાદાન તરીકે ખરા અર્થમાં સાર્થક થઇ રહ્યું છે. ત્યારે મહેસાણા જિલ્લામાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના 66માં જન્મ દિવસ નિમિતે  નુતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર અને નુતન જનરલ હોસ્પિટલ દ્વારા રક્તદાન કેમ્પ કરી નાયબ મુખ્યપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનો 66મો જન્મ દિવસ છે ત્યારે મોટી સંખ્યામાં તેમના શુભેચ્છકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. વિસનગરમાં આવેલા સાકળચંદ પટેલ યુનિવર્સિટી માં નુતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર અને નુતન જનરલ હોસ્પિટલ દ્વારા રક્તદાન કેમ્પ કરી નીતિન પટેલના 65માં જન્મદિવસે રક્તદાન અર્થે મહાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી તેમજ ડોકટર દ્વારા ભારે ઉત્સાહ પૂર્વક રક્ત દાન કરવામા આવ્યું હતું. આ કેમ્પમાં રક્તદાન કરનાર દરેકને મુમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં અગાઉ થી જ 100 થી‌ પણ વધારે લોકોએ સ્વેચ્છાએ નામ રજીસ્ટર કરાવ્યા હતા.અને અત્યારે પર રક્ત દાતાઓનો ખૂબ મોટો ધસારો જોતા 151 બોટલ રક્ત દાન એકઠું થવાની શકયતા હોવાનું યુનિવર્સીટીના ડોક્ટર પંકજ ભાઈ લીબાકરએ જણાવ્યું હતું. નીતિન પટેલના જન્મ દિવસની ઉજવણીમાં રક્તદાનનું આયોજન કરાતા મહત્તમ સંખ્યામાં ભિન્ન બ્લડ ગ્રુપના યુનિટ એકત્ર થયા છે. જે સેવાકાર્ય રૂપે જરૂરિયાત મંદ દર્દીઓના ઉપયોગમાં લેવામાં આવશે.

અતુલ પટેલ લાઈવ ગુજરાત ન્યુઝ મહેસાણા

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: