23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

અમદાવાદમાં પફ બનાવવાના કારખાનામાં સર્જાઈ મોટી દુર્ઘટના

  • અમદાવાદમાં પફ બનાવવાના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા ત્રણ પરપ્રાંતિય મજૂરોના મોત
  • હસન, ઈબ્રાહિમ તથા અસ્લમ નામની ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યાં
  • પ્રાથમિક તપાસમાં કારખાનામાં ગૂંગળામણના કારણે મોત થયું હોવાનું અનુમાન
  • ઘાટલોડિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી એફએસએલની મદદ લઇ શરૂ કરી તપાસ

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા ગોપાલનગર પાસે પફ બનાવવાના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા ત્રણ પરપ્રાંતિય મજૂરોના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ પોલીસ અને ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચતાં કારખાનામાં ત્રણેય યુવક મૃત હાલતમાં પડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કારખાનામાં ગૂંગળામણના કારણે તેઓનું મોત નિપજ્યા છે. હાલ એફએસએલની ટીમને જાણ કરવામાં આવી છે. પીએમ બાદ સાચું કારણ જાણવા મળશે.

ગોપાલનગર પાસે આવેલા uk’s ફૂડ ફાર્મ નામના પફ બનાવવાના કારખાનામાં મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી ઈબ્રાહીમ અસલમ અને તેમનો સંબંધી હસન રહેતા હતા. જેમાં પફ બનાવવાના મશીનની સ્વીચ ચાલુ રહી જતાં ગૂંગળામણના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક રીતે જણાય છે. કારખાનાના માલિક રાજશ્રીબેન અંકુરભાઈ પટેલ છે. આજે સવારે તેઓએ જ પોલીસને જાણ કરી હતી. 15 દિવસ પહેલા જ કારખાનું ભાડે રાખી અને ધંધો શરૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આજુબાજુમાં રહેણાંક મકાનો આવેલા છે અને કારખાનું શરૂ કરવામાં આવ્યું છે જેના મામલે તપાસ કરવામાં આવશે.પ્રાપ્ત વિગતો મુજબ, કે.કે. નગર રોડ પર ગોપાલનગર પાસે પફ બનાવવાના કારખાનામાં મોડી રાતે ત્રણેય કારીગર કારખાનાનો દરવાજો બંધ કરી સૂઈ ગયા હતા. રાતે પફ બનાવવાના ઓવનની સ્વિચ ચાલુ રહી ગઈ હતી, જેથી ગૂંગળામણને કારણે મોત થયાં હોવાની પોલીસની પ્રાથમિક જાણકારી મળી છે. ઘાટલોડિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી એફએસએલની મદદ લઇ તપાસ શરૂ કરી છે. આ દરમિયાન કારખાનાની અંદર રહેલા હસન, ઈબ્રાહિમ તથા અસ્લમ નામની ત્રણ વ્યક્તિનાં ગૂંગળામણને કારણે મોત નીપજ્યાં હતાં. ઘાટલોડિયા પોલીસના જણાવ્યા મુજબ આજુબાજુમાં રહેણાંક મકાન આવેલું છે. જગ્યાના માલિક બાજુમાં રહેતા વિષ્ણુ દેસાઈ છે અને તેઓએ ભાડે મકાન આપેલું છે. ફાયર સેફટી હતી કે કેમ તે મામલે તપાસ કરવામાં આવશે. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા બેકરી આઈટમ ચલાવવા માટે હેલ્થ લાયસન્સ હતું કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે?

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: