15 C
Ahmedabad
Monday, January 17, 2022
spot_imgspot_img

Latest Posts

પીએમ મોદીના ઉત્તરાખંડ પ્રવાસ પહેલા લેવાયો મોટો નિર્ણય

  • પીએમ મોદીના ઉત્તરાખંડ પ્રવાસ પહેલા લેવાયો મોટો નિર્ણય
  • સીએમ પુષ્કર સિંહ ધામીએ દેવસ્થાનમ બોર્ડને ખેંચ્યું પાછું
  • 4 ડિસેમ્બરે એકવાર ફરીથી દેવભૂમિ ઉત્તરાખંડની મુલાકાતે જશે પીએમ મોદી
  • પ્રવાસ દરમિયાન 30,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટના કરશે લોકાર્પણ અને શિલાન્યાસ
  • શિલાન્યાસના કાર્યક્રમ બાદ પીએમ દહેરાદૂનમાં એક મોટી રેલીને કરશે સંબોધિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉત્તરાખંડ પ્રવાસ પહેલા રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. સીએમ પુષ્કર સિંહ ધામીના નેતૃત્વવાળી સરકારે દેવસ્થાનમ બોર્ડને પાછું ખેંચ્યું છે. અત્રે જણાવવાનું કે ચારધામ દેવસ્થાનમ પ્રબંધન અધિનિયમ 2019 દ્વારા રચિત બોર્ડ બન્યા બાદ સર્જાયેલી સ્થિતિઓ અને તમામ હિતધારકોના પક્ષો પર વિચાર કર્યા બાદ સરકારે બોર્ડને ભંગ કરવાનો નિર્ણય લીધો છે.

અત્રે જણાવવાનું કે આ મામલે પ્રદેશમાં વિરોધનો વંટોળ ફેલાયો હતો. અને માનવામાં આવી રહ્યું હતું કે, ભાજપના એક મુખ્યમંત્રીને હટાવવાના અનેક કારણોમાંથી એક કારણ આ પણ હતું. એટલે કે હવે આ નિર્ણય બાદ પીએમ મોદીનો 4 ડિસેમ્બરનો ઉત્તરાખંડ પ્રવાસ વધુ મહત્વપૂર્ણ બની ગયો છે. ભાજપ માટે ભલે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી જીતવી સૌથી મહત્વની મનાઈ રહી હોય પરંતુ ઉત્તરાખંડમાં પણ સરકાર જાળવી રાખવા માટે તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. આ માટે પાર્ટી પોતાના સૌથી ભરોસાપાત્ર ચહેરા એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર જ સંપૂર્ણ રીતે નિર્ભર છે. અને આ જ કડીમાં જોઈએ તો પીએમ મોદી 4 ડિસેમ્બરે એકવાર ફરીથી દેવભૂમિ ઉત્તરાખંડની મુલાકાતે હશે. અત્રે જણાવવાનું કે ત્રણ મહિનામાં પ્રધાનમંત્રીનો આ ત્રીજો ઉત્તરાખંડ પ્રવાસ હશે. પીએમ નરેન્દ્ર મોદી પોતાના આ પ્રવાસ દરમિયાન લગભગ 30,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટના લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. જેમાં 26,000 કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને 4000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન છે. આ ઉદ્ધાટન અને શિલાન્યાસના કાર્યક્રમ બાદ પીએમ મોદી દહેરાદૂનમાં એક મોટી રેલી પણ સંબોધિત કરશે. દહેરાદૂનના પેવેલિયન ગ્રાઉન્ડમાં એક વાગે આ રેલી થશે. પ્રદેશ ભાજપે પીએમ મોદીની રેલીમાં એક લાખ લોકોની મોટી જનસભા આયોજિત કરવાનો કાર્યક્રમ બનાવ્યો છે. કહેવાય છે કે, રેલીના માધ્યમથી ભાજપ ઉત્તરાખંડમાં ચૂંટણી પ્રચારની શરૂઆત પણ કરી શકે છે. જાણકારો મુજબ જાન્યુઆરીના પહેલા અઠવાડિયાની આસપાસ ચૂંટણીની તારીખની જાહેરાત થઈ શકે છે. જેનું ધ્યાન રાખતા પીએમ મોદી અન્ય પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કે લોકાર્પણ કરી શકે છે.        

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: