23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

હાલોલના આનંદપુરા ગામના તળાવમાંથી 7 ફુટનો મગર પકડવામાં આવ્યો

  • હાલોલના આનંદપુરા ગામના તળાવમાંથી પકડવામાં આવ્યો 7 ફુટનો મગર
  • ચાર દિવસ પહેલા ગામના જાગૃત નાગરીકે વન-વિભાગને કરી હતી જાણ
  • રેસ્ક્યુ બાદ મગરને અનુકુળ જગ્યાએ છોડી દેવામાં આવ્યો

પંચમહાલ જિલ્લા ના હાલોલ તાલુકાનું આનંદ પુરા ગામમાં મગર પશુઓને અને ગ્રામજનોને અવાર નવાર હેરાન કરતો હતો. બે દિવસ પહેલા એક બકરી અને કુતરાને પણ પોતાનો શિકાર બનાવ્યો હતો.  આ વાતની જાણ થતાજ તેમને શિવરાજપુરના RFO  સુખરામ રાઠવા ને જાણ કરી હતી. વન વિભાગમાંથી  પૃથ્વીરાજસિંહ ચૌહાણ અને યોગેશભાઈ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સના સંદીપભાઈ સોલંકી, સુનિલભાઈ  અને  પ્રહલાદસિંહ પરમાર તથા તેમની પુરી ટીમ સાથે મળીને મગરનું ભારે જહેમત બાદ તેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મગરને માનવ વસવાટથી દૂર તેને અનુકૂળ જગ્યાએ છોડવામાં આવ્યો હતો. ત્યાર  બાદ ગામના લોકોએ રાહત નો શ્વાસ લીધો હતો.

કિરણ ગોહિલ લાઈવ ગુજરાત ન્યુઝ  પંચમહાલ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: