12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

ચમોલીમાં રેસ્ક્યૂ ઓપરેશનનો 8મો દિવસ

  • ચમોલીમાં રેસ્ક્યૂ ઓપરેશનનો 8મો દિવસ
  • તપોવનની ટનલમાંથી મળી આવ્યા વધુ 2 મૃતદેહ
  • અત્યાર સુધી મળી આવેલા મૃતદેહોની સંખ્યા 40ને પાર

ચમોલીના તપોવનમાં રેસ્ક્યૂ ઓપરેશનનો આઠમોં દિવસ છે. આજે અહીં NTPC સ્થિત ટનલમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા છે. તપોવન વિસ્તારમાં અત્યાર સુધી મળી આવેલા મૃતદેહોની સંખ્યા 40 પર પહોંચી ગઈ છે. બે મૃતદેહો બહાર કાઢ્યા બાદ ટનલમાં બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે. રેસ્ક્યૂ ટીમે જણાવ્યું હતુ કે અમે હજી પણ ટનલમાં ફસાયેલા લોકોને બચાવવાની આશા રાખીએ છીએ. ભલે મુશ્કેલીઓ કેટલી પણ હોય. લગભગ 37 જેટલા કામદારો આ ટનલમાં ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં NDRFના કમાન્ડર પી.કે. તિવારીના  કેટલાક અહેવાલોમાં કહેવામા આવ્યું છે કે કેટલાક લોકો ટનલની અંદર હજી પણ જીવિત છે. તેમજ ટનલમાં હજી પણ ઓક્સિજન છે અને એવા ગાબડાં પણ જેમાં લોકો જીવતા રહી શકે છે. અમારા 100 થી વધુ વૈજ્ઞાનિકો સતત માર્ગો શોધી રહ્યા છે અને તેના પર તાત્કાલિક અમલ કરવામાં આવી રહ્યો છે. ઉત્તરાખંડ પોલીસના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના બાદ કુલ 206 લોકો ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે. 166 લોકોની શોધ હજી ચાલુ છે. ઋષિગંગા, ધૌલીગાંગા અને આસપાસની નદીઓમાં લોકોની શોધખોળ કામગીરી ઝડપી બનાવાઇ છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: