19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

ખેડૂત આંદોલનનો 74મો દિવસ

  • આજે ચરખી દાદરીમાં મહાપંચાયત કરશે ખેડૂત નેતા ટિકૈત
  • ખેતરમાં દોડતા ટ્રેક્ટર હવે દિલ્હીમાં NGTની ઓફિસ પર પણ દોડશેઃ ટિકૈત
  • આગામી ટાર્ગેટ 40 લાખ ટ્રેક્ટર્સની રેલી- ટિકૈતે કહ્યું

આજે ખેડૂત આંદોલનનો 74મો દિવસ છે. આજે એટલે કે રવિવારે ભારતીય ખેડૂત યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈત ચરખી દાદરીની મહાપંચાયતમાં સામેલ થશે. મહાપંચાયતમાં જતા પહેલા ટિકૈતે ખેડૂત ક્રાંતિ 2021ની જાહેરાત કરી. શનિવારે થયેલા ચક્કાજામ પછી ગાઝીપુર બોર્ડર પહોંચેલા રાકેશ ટિકૈતે કહ્યું કે, હવે અમારો ટાર્ગેટ 40 લાખ ટ્રેક્ટર્સની રેલીનો છે.

ટિકૈત ગાઝીપુર પર દિલ્હી-NCR ના એવા ખેડૂતોને પણ મળ્યા, જે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ ના નિર્ણયથી નારાજ છે. તેમજ એનજીટી એ 10 વર્ષ જૂના ડિઝલ વાહનો પર પ્રતિબંધ લગાવવા માટે કહ્યું છે અને તેમાં ટ્રેક્ટર પણ સામેલ છે. ત્યાર બાદ ટિકૈતે કહ્યું, ખેતરમાં દોડતા ટ્રેક્ટર હવે દિલ્હીમાં એનજીટી ની ઓફિસ પર પણ દોડશે. અત્યાર સુધી તો આ લોકો નહોતા પૂછતા કે કઈ ગાડી 10 વર્ષ જૂની છે. હવે તેમનો શું પ્લાન છે? 10 વર્ષથી જૂના ટ્રેક્ટર્સને બહાર કરો અને કોર્પોરેટ્સની મદદ કરો? પણ 10 વર્ષથી જૂના ટ્રેક્ટર પણ દોડશે અને આંદોલન પણ મજબૂત થશે. તેમણે ખેડૂતોને અપીલ કરી છે કે તે ધરણા સ્થળ પર પોતાના ખેતરોની એક મુઠ્ઠી માટી લઈને આવે અને પ્રદર્શન વાળા સ્થળ પરથી એક મુઠ્ઠી માટી લઈને પાછા જાય. ટિકૈતે કહ્યું કે, આ માટી લઈને પોતાના ખેતરોમાં નાખી દો અને વેપારી ક્યારે તમારી જમીન તરફ નહીં જોઈ શકે. તેમણે ખેડૂતોને અપીલ કરી છે કે તે દર વખતે તૈયાર રહે. જ્યારે પણ બોલાવવામાં આવે ત્યારે ખેડૂત ધરણા સ્થળ પર પહોંચે, જેવી રીતે 26 જાન્યુઆરીની પરેડ પછી હરિયાણા અને યૂપીના યુવાનોએ કર્યું હતું.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: