15 C
Ahmedabad
Tuesday, January 18, 2022
spot_imgspot_img

Latest Posts

ગોવામાં ઓમિક્રોનના 5 શંકાસ્પદ કેસ મળ્યા

  • ગોવામાં ઓમિક્રોનના 5 શંકાસ્પદ કેસ મળ્યા
  • આરોગ્યમંત્રી વિશ્વજિત રાણેએ આ વાતની પુષ્ટિ કરી
  • દેશમાં છેલ્લા ૨૪  કલાકમાં કોરોનાના ૬,૮૨૨  કેસ નોંધાયા
  • દેશમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા ૯૫,૦૧૪  

ગોવામાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનના 5 શંકાસ્પદ કેસ મળ્યા છે. માહિતી અનુસાર એમીક્રોન પોઝીટીવ આ તમામ વેપારી જહાજ દ્વારા ગોવા આવ્યા હતા. તેમને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.આ સાથે  રાજ્યના આરોગ્યમંત્રી વિશ્વજિત રાણેએ જણાવ્યું હતું કે હું ગોવાના લોકોને જણાવવા માગું છું કે ઓમિક્રોન વાઇરસથી સંક્રમણ લાગ્યું હોવાની આશંકાએ એક જહાજના 5 ક્રૂ-મેમ્બર્સને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

ઓમિક્રોનના 5 શંકાસ્પદ કેસને લઇ રાજ્યના આરોગ્યમંત્રી વિશ્વજિત રાણેએ જણાવ્યું હતું કે તેમનાં સેમ્પલ જીનોમ સિક્વેસિંગ માટે પુણે મોકલવામાં આવ્યાં છે. રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. લોકોએ ગભરાવાની જરૂર નથી. વાઇરસના સંક્રમણથી બચવા માટે બધા સાવધાન રહે. તમને જણાવી દઈએ કે અત્યારસુધી આ વેરિયન્ટના 24 કેસ નોંધાયા છે. ઓમિક્રોનથી સંક્રમિત લોકો કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી અને ગુજરાતમાં જોવા મળ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6822 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોનાને કારણે 220 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં અત્યારસુધીમાં ઓમિક્રોનના 24 કેસ સામે આવ્યા છે. દેશમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 95014 છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: