22 C
Ahmedabad
Friday, January 14, 2022
spot_imgspot_img

Latest Posts

રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારી કરતા ૩ આરોપીઓની કરાઈ ધરપકડ

  • રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત ચાલી રહી છે  કાળાબજારી
  • એસઓજીએ ઝડપી પડ્યું નકલી રેમડેસિવિર ઈન્જેક્શનનું નેટવર્ક
  • રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારીના અમદાવાદથી ઝડપાયા બે કૌભાંડ
  • ઝાયડ્સ બાયોટેક પાર્ક કંપનીના નોકરી કરતા કર્મચારી સહિત 3ની કરાઈ ધરપકડ
  • એસઓજીએ ૨૪ શીશીઓ સાથે ૪૧,૫૭૬ રૂપિયાનો મુદ્દામાલ કર્યો જપ્ત

રાજ્યમાં કોરોનાનું ઘાતક સ્વરૂપ જોવા મળી રહ્યું છે આ સાથે રાજ્યમાં રેમડેસીવીર ઇન્જેક્શન ની અછત જોવા મળી રહી છે ત્યારે આ તમામ વચ્ચે  ગુજરાતમા રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારી ધૂમ ચાલી રહી છે.. સુરતથી લઈને કચ્છ સુધી રેમડેસિવિરની કાળાબજારી થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં  એસઓજીએ અલગ અલગ સ્થળેથી નકલી ઈન્જેક્શનની કાળાબજારી કરતાં નેટવર્કને ઝડપી પાડ્યું છે.

દિવસે ને દિવસે વધી રહેલી જરૂરીયાત તેમજ વધતી જતી રેમડેસીવીર ઇન્જેક્શનની માંગ સામે નકલી ઇન્જેક્શનની કાળાબજારીમાં પણ વધારો થયો છે. ત્યારે શહેરમાં રેમડેસિવિર ઈન્જેક્શનનું વધુ એક કૌભાંડ એસઓજીએ બાતમીના આધારે ઝડપી પાડ્યું છે. જેમાં હાર્દિક ધનજીભાઈ કસવાળા ઉં વ ૨૬ , મિલન ગભરુ ભાઈ સવસવિયા ઉં વ ૨૧  અને દેવળ દિનેશભાઈ કસવાળા ઉં વ ૨૩ એમ   3ની આરોપીઓ સાથે ઇન્જેકશનની ૨૪ શીશીઓ જેની કિંમત ૨૧૫૭૬ રૂ. ,તેમજ  ૩ મોબાઈલ  ફોન જેની કિંમત કુલ ૨૦,૦૦૦ રૂ. મળીને કુલ ૪૧,૫૭૬ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વધુ માહિતી અનુસાર મિલન સવસવિયા નામનો કર્મચારી રેમડેસિવિર કંપનીમાંથી ચોરી કરીને લાવતો હતો. ત્યારે  હાર્દિક વસાણી અને દેવલ કસવાળા સાથે મળીને રેમડેસિવિર ઈન્જેક્શન શીશીમાં બનાવતો હતો.આ સાથે જ ઊંચા ભાવે રેમડેસિવિર વેચવા માટે તેઓએ આ કાવતરું રચ્યું હતું. એસઓજીએ બાતમીના આધારે બાપુનગરમાં દુકાનમાં રેડ કરીને 24 ઈન્જેક્શન જપ્ત કર્યા છે. સ્ટીકર અને એક્સપાયર ડેટ વગરની રેમડેસિવિર ઈન્જેક્શન મળી આવ્યા હતા. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હોવાનું કૌભાંડ ઝડપાયું છે. નોંધનીય છે કે  આ અંગે બાતમી મળતા એસઓજીએ ઈન્જેક્શનને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની તપાસમાં મદદ લીધી હતી. 

ધ્વની પંચાલ લાઈવ ગુજરાત ન્યુઝ અમદાવાદ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: